Last Updated on March 4, 2021 by
તામિલનાડૂ વિધાનસભા ચૂંટણી પહેલા શશિકલાએ મોટી ઘોષણા કરી છે. શશિકલાએ રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત બાદ શશિકલાએ કહ્યું કે તેણે ક્યારેય સત્તાનો મોહ નથી રાખ્યા. તે હંમેશા લોકોની ભલાઇ માટે કામ કરશે અને અમ્મા (જયલલિતા)એ સુચવેલા માર્ગનું અનુસરણ કરશે.
શશિકલાએ ડીએમકેને હરાવવા માટે એઆઇએડીએમકેના કાર્યકર્તાઓને એકજૂથ રહેવાનું કહ્યું
શશિકલાએ આગામી વિધાનસભા ચૂંટણીમાં ડીએમકેને હરાવવા માટે એઆઇએડીએમકેના કાર્યકર્તાઓને એકજૂથ રહેવાનું કહ્યું છે. સાથે જ કહ્યું છે કે આપણે બધાએ એ નક્કી કરવું પડશે કે તામિલનાડૂ રાજ્યમાં એમજીઆરનું શાસન શરુ રહેવું જોઇએ.
શશિકલાએ તમિલનાડુની જનતાનો આભાર માન્યો
શશિકલાએ કહ્યું કે અમ્માએ કહ્યું હતું કે તેઓ (ડીએમકે) દુષ્ટ શક્તિઓએ છે. અમ્માના કેડરોએ ડીએમકેને હરાવવા માટે કામ કરવું જોઇએ અને પ્રયત્નો કરવા જોઇએ કે અમ્માની ઇચ્છી પ્રમાણેનું શાસન ફરી વખત આવે. શશિકલે આગળ કહ્યું કે હું તામિલનાડૂના લોકોની હંમેશા આભારી રહીશ. ઉલ્લેખનીય છે કે તેઓ થોડા સમય પહેલા જ જેલમાંથી બહાર આવ્યા છે, જેલમાંથી બહાર આવતાની સાથે જ તામિલનાડૂની રાજનીતિએ ગરમાવો પકડ્યો હતો. તેવામાં હવે તેમની આવી જાહેરાતથી ફરી વખત રાજકિય ચર્ચાઓએ જોર પકડ્યું છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31