GSTV
Gujarat Government Advertisement

બખ્ખાં/ સેન્સેક્સમાં જોરદાર ઉછાળો, રોકાણકારોની સંપતિ રૂપિયા 210.22 લાખ કરોડની વિક્રમી ટોચે પહોંચી

સેન્સેક્સ

Last Updated on March 4, 2021 by

મેન્યુફેકચરીંગ ક્ષેત્રે વૃધ્ધિ બાદ આજે દેશમાં સર્વિસ ક્ષેત્રની વૃધ્ધિ વર્ષની ટોચે પહોંચવા સહિતના અન્ય સાનુકુળ અહેવાલો પાછળ વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ ચોમેરથી નીકળેલ નવી લેવાલી પાછળ આજે બીએસઈ સેન્સેક્સમાં ૧૧૪૭ અને નિફટીમાં ૩૨૬ પોઈન્ટનો ઊછાળો નોંધાયો હતો. સેન્સેક્સમાં નોંધાયેલ ઊછાળાના પગલે આજે રોકાણકારોની સંપતિ પણ વધીને રૂા. ૨૧૦ લાખ કરોડની વિક્રમી ટોચે પહોંચી હતી. શેરબજારમાં વિદેશી રોકાણકારોનું રોકાણ વધતા આજે ડોલર સામે રૂપિયામાં પણ ઝડપી સુધારો જોવા મળ્યો હતો.

નવા ઓર્ડરમાં થયેલી વૃધ્ધિના પગલે ફેબુ્રઆરી માસમાં સેવા ક્ષેત્રની પ્રવૃત્તિઓનો ધમધમાટ વધતા સર્વિસ પીએમઆઈ વધીને ૫૫.૩૦ના મથાળે પહોંચ્યો હતો. જે છેલ્લા એક વર્ષની સૌથી વધુ વૃધ્ધિ છે. અગાઉ મેન્યુફેકચરીંગ ક્ષેત્રે પણ વૃધ્ધિ જોવાઇ હતી. આ ઉપરાંત દેશભરમાં વેક્સિનેશન પ્રક્રિયાને વેગ મળ્યાના અહેવાલો તેમજ આર્થિક પ્રવૃતિઓ વધતા જીએસટી કલેકશનમાં પણ વધારો જોવા મળ્યો છે.

સેન્સેક્સ

નિફટી 326 પોઈન્ટ ઊછળી 15245 : વિદેશી રોકાણકારોની રૂા. 2088 કરોડની નવી ખરીદી

આ અહેવાલો પાછળ મુંબઇ શેરબજાર ખાતે કામકાજના પ્રારંભથી નીકળેલ નવી લેવાલી પાછળ બજારમાં સુધારાની ચાલ વેગીરી બનતા સેન્સેક્સ ઈન્ટ્રાડે વધીને ૫૧૫૩૯.૮૯ સુધી પહોંચ્યા બાદ કામકાજના અંતે ૧૧૪૭.૭૬ પોઈન્ટ ઊછળી ૫૧૪૪૪.૬૫ની સપાટીએ મજબૂત રહ્યો હતો. સેન્સેક્સમાં આજે નોંધાયેલ ઊછાળો એ ચાલુ વર્ષનો બીજો મોટો ઊછાળો છે.

એનએસઈ ખાતે પણ કામકાજનો પ્રારંભ મક્કી ટોને થયા બાદ નવી લેવાલી પાછળ નિફટી ઈન્ટ્રાડે વધીને ૧૫૨૭૩ પહોંચ્યા બાદ કામકાજના અંતે ૩૨૬.૫૦ પોઈન્ટ ઊછળી ૧૫૨૪૫.૬૦ની સપાટીએ મજબૂત રહ્યો હતો.

સેન્સેક્સ

રોકાણકારોની સંપતિ રૂા. 3.69 લાખ કરોડ વધીને રૂા. 210.22 લાખ કરોડની ઐતિહાસિક ઊંચાઇએ

સેન્સેક્સમાં નોંધાયેલ ઊછાળાને પગલે આજે રોકાણકારોની સંપતિ (બીએસઈ માર્કેટ કેપ.) રૂા. ૩.૬૯ લાખ કરોડ વધીને રૂા. ૨૧૦.૨૨ લાખ કરોડની ઐતિહાસિક ઊંચાઇએ પહોંચી હતી. છેલ્લા ત્રણ દિવસમાં તેમાં રૂા. ૯.૪૧ લાખ કરોડનો વધારો થયો હતો. વિદેશી રોકાણકારોએ આજે રૂા. ૨૦૮૮ કરોડની નવી લેવાલી હાથ ધરી હતી.

શેરબજારમાં આજે નવું વિદેશી રોકાણ વધતા ભારતીય રૂપિયા પર તેની સાનુકૂળ અસર જોવાઇ હતી. હૂંડિયામણ બજારમાં આજે ધૂમ કામકાજો વચ્ચે એક તબક્કે ડોલર સામે રૂપિયો વધીને ૭૨.૬૮ની ઊંચી સપાટીને સ્પર્શ્યા બાદ કામકાજના અંત ૬૭ પૈસા વધીને ૭૨.૭૧ની સપાટીએ બંધ રહ્યો હતો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33