GSTV
Gujarat Government Advertisement

પંચમહાલ: ચૂંટણી અદાવતમાં ભાજપના કાર્યકરે આપી ધમકી, શહેરાની તરુણીએ ટૂંકાવ્યું જીવન

Last Updated on March 1, 2021 by

શહેરા તાલુકાની વાડી જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારના પતિ દ્વારા કોંગ્રેસનો પ્રચાર કરવા બાબતે એક પરિવારને ધમકી આપી. જેમાં ધમકીથી ડરી જઇને 19 વર્ષીય તરુણીએ કૂવામાં ઝમ્પલાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો.

શહેરા

તરસંગ ગામના રહેવાસી લીલાબેન દિલીપસિંહ સોલંકી ભાજપમાંથી વાડી જિલ્લા પંચાયત બેઠક પર ચુંટણી લડી રહ્યાં હતાં અને તેમાં સમાવિષ્ટ તરસંગ તાલુકા પંચાયત પણ થાય છે. સોમવારના રોજ સવારે પૃથ્વીસિંહ જવાનસિંહ સોલંકી પોતાના પરિવાર સાથે ચા પી રહ્યા હતા, ત્યારે જિલ્લા પંચાયતના સ્ત્રી ઉમેદવારના પતિ દિલીપસિંહ સોલંકી અને તેના ત્રણ સાગરિતોએ ત્યાં આવી પહોંચી તેઓ ભાજપની વિરુદ્ધ કેમ પ્રચાર કરો છો તેમ કહી બિભસ્ત ગાળો બોલવા લાગ્યા હતા.

આ વખતે ત્યાં ઉપસ્થિત ફરીયાદીની 19 વર્ષીય પુત્રી સુમનને પણ ગમે તેમ બોલવા લાગતા તેણીને મનમાં લાગી આવતા તેણીએ આરોપી દિલીપના ખેતરમાં આવેલા કુવામાં કુદી પડી મોત વ્હાલું કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર બાબતે ગુનો નોંધીને કસુરવારો સામે કાર્યવાહી હાથ ધરાઇ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33