Last Updated on March 1, 2021 by
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ વેર વિખેર થતી નજરે પડી રહી છે. સુરત કોંગ્રેસના માજી કોર્પોરેટર અને પ્રદેશ મંત્રી દિનેશ કાછડીયા એ તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. કાછડીયા એ રાજીનામુ આપતા તેઓ સંન્યાસ લેશે કે અન્ય કોઈ પાર્ટીમાં જોડાશે તે અંગે અનેક અટકળો થઈ રહી છે.
ચૂંટણીમાં 120 માંથી કોંગ્રેસની એક પણ બેઠક આવી નથી
સુરત મહાનગરપાલિકા ચૂંટણીમાં 120 માંથી કોંગ્રેસની એક પણ બેઠક આવી નથી. કોંગ્રેસના આ નાલેશી ભર્યા પ્રદર્શન બાદ પાસ અને કોંગ્રેસ વચ્ચેની ખાઈ વધુ મોટી થઇ રહી છે. કોંગ્રેસ પક્ષે પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા 20 જેટલા કાર્યકર નેતાઓને સસ્પેન્ડ કરી દીધા છે. ત્યાર પછી આજે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના માજી કોર્પોરેટર દિનેશ કાછડીયા એ આજે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.
કાછડીયા કોર્પોરેટર હોવા ઉપરાંત પ્રદેશના મંત્રી પણ છે
કાછડીયા કોર્પોરેટર હોવા ઉપરાંત પ્રદેશના મંત્રી પણ છે. ચૂંટણી પરિણામ બાદ અચાનક કાછડીયા એ રાજીનામું આપતા અનેક તર્ક-વિતર્ક શરૂ થઇ ગયા છે. દિનેશ કાછડીયા રાજકીય સંન્યાસ લેશે કે અન્ય કોઈ પક્ષમાં જોડાશે તે અંગે અનેક અટકળો ચાલી રહી છે. દિનેશ કાછડીયા જણાવ્યું હતું કે આજે સાંજે તેમની સાથે 200થી વધુ કાર્યકરો કોંગ્રેસમાંથી રાજીનામું આપી રહ્યા છે.
આ ઉપરાંત અનેક મોટા નેતાઓ પણ રાજીનામું આપશે
આ ઉપરાંત અનેક મોટા નેતાઓ પણ રાજીનામું આપશે. મહાનગરપાલિકાની ચૂંટણી માટે ટિકિટોની વહેંચણીમાં કોંગ્રેસના નેતાઓએ કરેલી ભાગબતાઈને કારણે કોંગ્રેસ અને પાંસ વચ્ચે ઘર્ષણ થયું હતું. કોંગ્રેસે પાસના કાર્યકરોની ટીકીટ કાપતા પાટીદારોએ કોંગ્રેસનો સાથ છોડ્યો હતો અને આમ આદમી પાર્ટીને સાથ આપ્યો હતો. જેના કારણે 2015માં કોંગ્રેસનો ગઢ બનેલી પાટીદાર બહુમતીવાળા વિસ્તાર માં કોંગ્રેસની એક પણ બેઠક આવી ન હતી.
કોંગ્રેસના અનેક ઉમેદવારોની ડિપોઝીટ પણ ડૂલ થઈ હતી
આટલું જ નહીં પરંતુ કોંગ્રેસ વિરોધી આક્રમક મતદાનને કારણે કોંગ્રેસના અનેક ઉમેદવારોની ડિપોઝીટ પણ ડૂલ થઈ હતી. કાછડીયાનાં રાજીનામા બાદ સુરતના અન્ય કોંગ્રેસના નેતાઓ પણ રાજીનામું આપે તો કોંગ્રેસને મોટું નુકસાન છે. આમ કોંગ્રેસના તુષાર ચૌધરીની જીદને કારણે સુરતમાં કોંગ્રેસ વેરવિખેર થઈ ગઈ છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31