Last Updated on April 11, 2021 by
ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ દિવસેને દિવસે સતત વધી રહયું છે. એક તરફ જ્યાં કોરોનાના નવા કેસો સતત વધી રહ્યા છે તો બીજી તરફ રાજ્યની હોસ્પિટલોમાં કોરોના દર્દીઓના બેડ પણ ખૂટી પડ્યા છે. ત્યારે જ્યાં એક તરફ સરકાર સૌ સલામત હોવાના દવા કરી રહી છે તો બીજી તરફ જનતા ખુદ હવે પરિસ્થિતિની ગંભીરતા સમજીને સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કરીને કોરોના સંક્રમણની ચેઇન તોડવાના પ્રયાસો કરી રહી છે.
પાટણમાં સ્વૈચ્છિક લોકડાઉન
પાટણમાં વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરતા પાટણના લગભગ તમામ બજારો સજ્જડ બંધ જોવા મળ્યા. પાટણમાં કોરોનાનો કેર વધતા સાંજે 5 વાગ્યા બાદ ધંધા-રોજગાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ દરમ્યાન ફક્ત જરૂરી ચીજવસ્તુઓની દુકાનો તેમજ મેડિકલ સ્ટોર્સ જ ખુલ્લા રહેશે.
ડીસામાં સ્વયંભૂ લોકડાઉન
બનાસકાંઠામાં કોરોનાનું સંક્રમણ વધતા શહેરીજનો જાગૃત થયા અને આજે શહેરોમા સ્વયંભૂ લોકડાઉન જોવાં મળ્યું. ડીસામા લોકોએ સ્વયંભૂ લોકડાઉન પાળીને સંક્રમણની ચેઈન તોડવાના પ્રયાસ હાથ ધર્યા હતા. સજ્જાડ બંધના પગલે શહેરમાં કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો અને રસ્તાઓ પણ સુમસામ જોવા મળ્યા. વધતા સંક્રમણને પગલે વેપારીઓ દ્ધારા સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.
ખેડબ્રહ્મામાં 48 કલાકનું સ્વૈચ્છિક લોકડાઉન
સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં સળંગ 48 કલાકનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે લોકડાઉનના પગલે નગરના તમામ બજારો બંધ જોવા મળ્યા. બીજી તરફ ખેડબ્રહ્મા માતાજીના મંદિરમાં પણ દર્શનાર્થીઓ માટે દર્શન બંધ કરવામાં આવ્યા છે.
મહેસાણામાં વિકેન્ડ કરફ્યુ
મહેસાણા જિલ્લામાં વિકેન્ડ કરફ્યુ લાદવામાં આવ્યુ હતુ .જેમાં આજે બીજા દિવસે પણ સ્વયંભૂ બંધને લોકો ધ્વારા પ્રતિસાદ મળ્યો છે. જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થતાં વેપારીઓ દ્વારા બંધ કરવાનો નિર્ણય લેવામાં આયો હતો. જ બાદ મહેસાણા જિલ્લાના તમામ તાલુકા અને શહેરી વિસ્તારમાં શનિવાર અને રવિવાર એમ બે દિવસ વેપારીઓ બંધમાં જોડાયા છે. સાથે જ વેપારીઓ સોમવારથી શુક્રવાર સુધી સાંજે 6 વાગે પોતાનો ધંધો બંધ કરશે તે અંગે પણ સહમતી દર્શાવાઈ છે.
32 નવા કેસો આવતા નવસારીમાં બંધ
નવસારી જિલ્લામાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો.થતા એકસાથે ૩૨ પોઝિટિવ કેસો નોંધાયા હતા. કોરોનાના વધતા કેસોને ધ્યાને રાખી વાંસદા તાલુકામાં સજજડ બંધ પાળવામાં આવ્યું હતુ. આદિવાસી પંથકમાં રવિવારના દિવસે ભરાતા હાટ બજારો પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સ્વેચ્છિક લોકડાઉન કરી કોરોનાની ચેન તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તો સાથે જ વાંસદા ટાઉન અને આસપાસના ગામનો લોકો પણ સ્વૈચ્છિક લોકડાઉનમાં જોડાયા હતા.
ડેડિયાપાડામાં 3 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન
નર્મદાના ડેડિયાપાડામાં 3 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ડેડિયાપાડા વેપારી મંડળે કોરોનાના વધતા સંક્રમણને જોતા સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે. સ્વયંભૂ લોકડાઉનના પ્રથમ દિવસે બજારો સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યા. ડેડીયાપાડાના લીમડા ચોક વિસ્તારમાં જ્યાં દરરોજ લોકોની મોટા પાયે ભીડ જોવા મળે છે ત્યાં સન્નાટો જોવા મળ્યો.
ગાંધીપુરા કંપો કોરોના ઝપેટમાં
રાજયના નાના ગામડાઓમાં પણ કોરોના વકરી રહ્યો છે. સાબરકાંઠાના હિંમતનગર તાલુકાનો ગાંધીપુરા કંપો કોરોના ઝપેટમાં આવ્યો છે. બસોની વસતી ધરાવતા કંપામાં ૨૦થી વધુ કેસ નોંધાતા ગામને કન્ટેઇનમેન્ટ ઝોનમાં નંખાયુ છે. કોરોનાના કેસ વધતા ગામમાં સંપૂર્ણ કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો છે.આરોગ્ય તંત્રએ માત્ર બોર્ડ મારીને સંતોષ માન્યો છે. ગ્રામ્ય કક્ષાએ કોરોનાનો કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.
વાપીમાં સ્વયંભૂ બંધ
જિલ્લામાં કોરોના સંક્રમણના વધતા વ્યાપને રોકવા માટે કલેકટરે બેઠક યોજી. એપ્રિલ માસના તમામ રવિવારો દરમિયાન સ્વૈચ્છિક બંધના નિર્ણયનો અમલ કરવા અને હોટલો સંબધિત કેટલાક નિર્ણયો લેવા માટે કલેકટરે વેપારીઓ,હોટલ સંચાલકો,ઇન્ડસ્ટ્રીઝ એ ચેમ્બર ઓફ કોમર્સ સહિત એસોસિએશનો સાથે બેઠક કરી હતી. જેમાં આજે વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી બંધને સમર્થન આપ્યું હતુ. ઉલ્લેખનીય છે કે એસોસિએશન સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવાયો કે એપ્રિલ માસના તમામ રવિવારો દરમિયાન સમગ્ર જિલ્લો સ્વૈચ્છિક બંધ પાળશે. જિલ્લામાં સોમવારથી શનિવાર સુધી વેપાર ધંધા સવારે 7 થી રાત્રે 8.30 સુધી કોવિડ નિયમોના અમલ સાથે ચાલૂ રહેશે.તો રાત્રે 8.30થી સવારે 7 સુધી સ્વૈચ્છિક રીતે જિલ્લામાં પ્રથમવાર કોરના કર્ફ્યુ લાગશે.
ભાભરમાં સ્વૈચ્છિક લોકડાઉન
કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે શહેરોમાં રાત્રી કરફ્યુ લગાવવામાં આવ્યા છે તો ગ્રામ્ય વિસ્તારોમાં સ્વૈચ્છિક બજારો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે બનાસકાંઠાના ભાભરમાં તંત્ર સાથે વેપારી મંડળની બેઠકમાં કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે કોરોનાની ચેન તોડવા શનિવારે સાંજે 6 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યાં સુધી કોરોના કેસો માં ધટાડો ના થાય તંત્રની સુચના ન મળે ત્યાં સુધી સ્વૈચ્છિક લોકડાઉન રહેશે.
માતાનો મઢ દર્શનાર્થીઓ માટે બંધ
ક્ચ્છમાં કોરોનાનું સંક્રમણ વધતાં દેશ-વિદેશના લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમા માતાનો મઢ દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યો છે. માતાના મઢ ટ્રસ્ટે અચોક્કસ મુદ્દત સુધી ભક્તો માટે મંદિરમાં દર્શન પર પ્રવેશ પ્રતિબંધ મુકવાની જાહેરાત કરી છે. જો કે મંદિરમાં પૂજાવિધિ તેમજ હોમહવન રાબેતા મુજબ ચાલુ રહેશે.
વલસાડ જિલ્લામાં સ્વૈરિછક બંધ
વધતા કોરોના સંક્રમણને પગલે વલસાડ જિલ્લામાં સ્વૈરિછક બંધ પાડવામાં આવ્યું. જિલ્લામાં સવારથી જ લોકોએ સ્વૈચ્છિક બંધ પાડયું હતુ , સાથે વેપારીઓએ સવારથી જ વેપાર ધંધા બંધ રાખી બંધમાં જોડાયા હતા. વલસાડના એમ.જી રોડ શાકમાર્કેટ ટાવર વિસ્તારમાં ભરાતા બજાર પણ બંધ રહેતા સજ્જડ બંધની અસર જોવા મળી હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31