GSTV
Gujarat Government Advertisement

બીજા તબક્કાનું મતદાન: બંગાળમાં હિંસા વચ્ચે 80 ટકાથી વધું નોંધાયુ મતદાન, આસામમાં વિક્રમસર્જક 77 ટકા મતદાન

Last Updated on April 2, 2021 by

પશ્વિમ બંગાળમાં હિંસા વચ્ચે બીજા તબક્કાનું મતદાન થયું હતું. ચૂંટણી પંચના આંકડાં પ્રમાણે પશ્વિમ બંગાળની ૩૦ બેઠકોમાં ૮૦.૫૩ ટકા જેટલું મતદાન થયું હતું. આસામમાં ૩૯ બેઠકો માટે ૭૭ ટકા જેટલું વિક્રમજનક મતદાન થયું હતું. આસામમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું, પરંતુ પશ્વિમ બંગાળમાં ભારે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. મમતા બેનર્જીએ નંદિગ્રામમાં મતદાન મથકમાં ગરબડ થયાની ફરિયાદ પણ કરી હતી.

બંગાળ અને આસામમાં બીજા તબક્કાનું મતદાન


પશ્વિમ બંગાળ અને આસામમાં બીજા તબક્કાનું મતદાન થયું હતું. આસામમાં વિધાનસભાની ૩૯ બેઠકો માટે મતદાન થયું હતું. ચૂંટણીપંચના અહેવાલ પ્રમાણે આસામમાં ૭૭ ટકા જેટલું વિક્રમજનક ઊંચું મતદાન થયું હતું. ચૂંટણીપંચે કોંગ્રેસના નેતા હિમંત બિસ્વા શર્માને આચારસંહિતાના ભંગની નોટિસ પાઠવી હતી. તે સિવાય ૩૯ બેઠકોમાં ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.

બંગાળમાં બબાલ


પશ્વિમ બંગાળમાં ભારે તંગ વાતાવરણ રહ્યું હતું. ચૂંટણી દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નંદિગ્રામના બૂથોમાં ગરબડ થઈ રહી હોવાની ફરિયાદ રાજ્યપાલને કરી હતી. મમતા દીદી ખુદ નંદિગ્રામથી ચૂંટણી લડી રહ્યાં છે. નંદિગ્રામમાં ભાજપ-ટીએમસીના કાર્યકરો વચ્ચે ઘર્ષણના બનાવો પણ બન્યા હતા. મમતા બેનર્જીએ બૂથ પરથી જ ગવર્નરને ફોન જોડયો હતો અને કહ્યું હતું કે આ વિસ્તારના લોકોને મતદાન કરવા દેવામાં આવતું નથી. અસંખ્ય લોકોને મતદાન કરતા અટકાવવામાં આવે છે.

ચૂંટણી પંચમાં લેખિતમાં કરી ફરિયાદ


તે અંગે મમતા બેનર્જીએ ચૂંટણીપંચને પણ લેખિતમાં ફરિયાદ નોંધાવી હતી. તે પછી ચૂંટણીપંચે નિવેદનમાં કહ્યું હતું કે નંદિગ્રામના બૂથ નંબર-સાતમાં કોઈ જ ગરબડ થઈ નથી. ચૂંટણીપંચે તેની તપાસ કરી હતી અને તેમાં મતદાન કરવા દેવામાં આવતું હતું.

સત્તાનો દુરઉપયોગ કરી ભાજપ ચૂંટણીને કરી રહ્યુ છે પ્રભાવિત


બીજી તરફ મમતા બેનર્જીએ કેન્દ્ર પર આરોપ લગાવ્યો હતો યુપી-બિહારથી ભાજપના કાર્યકરોને બોલાવવામાં આવે છે અને ચૂંટણીમાં આ કાર્યકરો હોબાળો મચાવે છે. મમતા દીદીએ આરોપ લગાવ્યો હતો કે રાજ્યમાં કાર્યરત કેન્દ્રીયદળો ભાજપની મદદ કરે છે. તેમણે કહ્યું હતું કે ભાજપ સત્તાનો દુરુપયોગ કરીને બંગાળની ચૂંટણીને પ્રભાવિત કરવા માગે છે.

હિંસાના દ્રશ્યો દેખાયા


નંદિગ્રામમાં મતદાન ચાલી રહ્યું હતું ત્યારે જ ભાજપના કાર્યકરનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. પોલીસે કહ્યું હતું કે ઉદયશંકર દૂબે નામના ભાજપના કાર્યકરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પરંતુ ભાજપે આ મામલે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને ભાજપના કાર્યકરના મૃત્યુ માટે ટીએમસી જવાબદાર હોવાનું કહ્યું હતું. ટીએમસીએ આ આરોપનો રદિયો આપતા કહ્યું હતું કે ભાજપના કાર્યકરે આપઘાત કર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે, પરંતુ ભાજપ તેનો ચૂંટણીમાં ફાયદો લેવા માટે આવા આરોપો લગાવે છે.જોકે, પશ્વિમ બંગાળમાં હિંસા પર મતદારોનો ઉત્સાહ ભારે પડયો હતો. ૩૦ બેઠકો પર મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.

READ ALSO



Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33