GSTV
Gujarat Government Advertisement

કોરોના ઈફેક્ટ: પુણેમાં 14 માર્ચ સુધી સ્કૂલ-કોલેજ અને કોચિંગ ક્લાસ બંધ, અઘાડી સરકારે કર્યો નિર્ણય

Last Updated on February 28, 2021 by

મહારાષ્ટ્રમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. આ કારણે સરકારે 14 માર્ચ સુધી સ્કૂલ. કોલેજ, ખાનગી કોચિંગ સેન્ટરને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના ઘણા શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ઘણા કેસો પણ સામે આવી રહ્યા છે. ત્યાર બાદ અઘાડી સરકાર એક્શન મોડમાં આવી છે. આ ખતરાને જોતા પુણે શહેરના મેયર મુરલીધર મોહોલે સ્કૂલ. કોલેજ, ખાનગી કોચિંગ સેન્ટરને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેથી કોરોનાના કેસો વધતા અટકાવી શકાય.

મહારાષ્ટ્રમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો

ઔરંગાબાદમાં પણ 5,9 અને 11મીના ટ્યુશન ક્લાસ બંધ

પુણે સિવાય મહારાષ્ટ્રના અન્ય શહેર ઔરંગાબાદમાં પણ નિગમ કક્ષાના 5થી9 સુધીની ટ્યુશન ક્લાસ બંધ કર્યા છે. આ પ્રતિબંધ 15 માર્ચ સુધી લાગુ રહેશે. આ સિવાય ધોરણ-11ના પણ ટ્યુશન બંધ કરી દેવામાં આવ્યા છે. બોર્ડની પરીક્ષાના કારણે ધોરણ 10ના વિદ્યાર્થીઓને રાહત આપવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના દરદીની સંખ્યા વધી રહી છે અને રાજ્યના અમુક જિલ્લામાં કોલેજ, યુનિવર્સિટી બંધ છે. આ શૈક્ષણિક વર્ષમાં પરીક્ષા કેવી રીતે લેવાશે. આ મામલે વિદ્યાર્થીઓ અવઢવમાં હતા. પણ આ પાર્શ્વભૂમિ પર રાજ્યના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ વિભાગે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેમાં હવે વિદ્યાર્થીઓ ઓનલાઈન અને ઓફ લાઈન આ બન્ને બૈકી એક પધ્ધતિથી આ શૈક્ષણિક વર્ષની પરીક્ષા આપવાની પરવાનગી ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ વિભાગે આપી છે.

કોરોનાના સંકટ આવ્યું ત્યારથી રાજ્યમાં શૈક્ષણિક પરિસ્થિતિ કથળી છે. આનો મોટો ફટકો વિદ્યાર્થીઓને થયો છે. આ સર્વેમાં મહત્ત્વનો મુદ્દો છે અંતિમ સત્રની પરીક્ષાનો છે.

corona

રાજ્યની અનેક કોલેજો અને યુનિવર્સિટીએ કોરોનાનો પ્રથમ લહેર ઓસરી ગયા બાદ ૧૬ ફેબુ્રઆરીથી શરૃ થઈ હતી. આથી વિદ્યાર્થીમાં ચૈતન્યનું વાતાવરણ છવાઈ ગયું હતું. હવે સર્વ અમુક સરળ થશે એવું લાગતું હતું. ત્યારે રાજ્યના અમુક જિલ્લામાં ફરી કોરોનાએ માથુ ઊંચક્યું છે. આથી પરીક્ષા કેવી રીતે લેવાશે એ બદલ વિદ્યાર્થી અને વાલીઓમાં ચિંતાનું વાતાવરણ નિર્માણ થયું હતું. હવે માત્ર આ ઉપરોક્ત નિર્ણયના લીધે વિદ્યાર્થીઓમાં શંકા દૂર થવામાં મદદ મળશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33