Last Updated on March 4, 2021 by
ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં ૨૦૨૧-૨૨નું બજેટ રજૂ કરવામા આવ્યુ હતુ.જેમાં આ વર્ષે શિક્ષણ ક્ષેત્રે ૩૨,૭૧૦ કરોડ રૃપિયાની જોગવાઈ કરાઈ છે.ગત વર્ષ કરતા આ વર્ષે ૭૬૪ કરોડ વધુ શિક્ષણમાં ફાળવાયા છે.જો કે આ વર્ષના બજેટમાં સ્કૂલો-કોલેજોના વિદ્યાર્થીઓને મોટા પાયે અસર કરે તેવી કોઈ મોટી યોજના કે જોગવાઈની જાહેરાત કરાઈ નથી. મોટા ભાગની જુની બાબતોનો જ સમાવેશ થાય છે.
મોટા ભાગની જુની બાબતોનો જ સમાવેશ
શિક્ષણ વિભાગ માટે આ વખતના બજેટમાં કુલ ૩૨૭૧૯ રૃપિયાની જોગવાઈ કરવામા આવી છે.જેમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અંતર્ગત રાજ્યની ૩૪૦૦ સ્કૂલોમાં સર્વાંગી વિકાસ માટે જરૃરી તમામ સુવિધાઓ ઉભી કરવ પાંચ વર્ષ માટે ૧૨૦૭ કરોડના ખર્ચનું આયોજન કરાયુ છે.આ ઉપરાંત ઐતિહાસકિ મહત્વ અને વિશેષ પ્રકારના વારસાગત સ્થાપ્ત ધરાવતી ખૂબ જુની શાળાઓને હેરિટેજ સ્કૂલ તરીકે નવિનિકરણ કરવા રૃ.૨૫ કરોડની જોગવાઈ કરવામા આવી છે.
ખૂબ જુની શાળાઓને હેરિટેજ સ્કૂલ તરીકે નવિનિકરણ કરવા રૃ.૨૫ કરોડની જોગવાઈ કરવામા આવી
રાયની ૨૦૦૦ પ્રા.સ્કૂલોમાં વિજળીકરણ અને પીવાના પાણી માટે ૭૨ કરોડની જોગવાઈ થઈ છે. જેઈઈ અને નીટ સહિતની રાષ્ટ્રીય પરીક્ષાઓ તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં ૧૧-૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નિવાસી શિક્ષણની વ્યવસ્થા અને ઓનલાઈન ડિસ્ટન્સ લર્નિંગની સુવિધા આપવા ૨૦ કરોડની જોગવાઈ કરવામા આવી છે. સંસ્કૃત પાઠશાળાઓના વિકાસ માટે ૧૦ કરોડની જોગવાઈ થઈ છે. જ્યારે નવી શિક્ષણ નીતિ હેઠળ પૂર્વ પ્રાથમિક શિક્ષણના ૧૬ લાખથી વધુ બાળકોના વિકાસ માટે પાંચ કરોડની જોગવાઈ સાથે પા પા પગલી યોજના શરૃ કરાઈ છે.
ઉચ્ચ અને ટેકનિલ શિક્ષણમાં આ વર્ષે મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સહાય માટે ૨૮૭ કરોડની જોગવાઈ કરાઈ છે.જે ગત વર્ષથી ઘણી ઘટી છે. ટેબ્લેટ યોજના અંતર્ગત ૨૦૦ કરડોની જોગવાઈ અને સરકારી ઈજનેરી કોલેજો તથા આઈઆઈટી રામ અને સેપ્ટ માટે ગ્રાન્ટની ફાળવણી માટે ૧૭૯ કરોડની જોગવાઈ છે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ માટે ૨૦ કરોડની જોગવાઈ થઈ છે. સામાજિક પછાત વર્ગો અને આદિજાતિના વિકાસ અંતર્ગત નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે બિરસા મુંડા આદિજાતિ યુનિ.માટે ૨૬ કરોડની જોગવાઈ અને ધો.૯ની ૪૮ હજાર વિદ્યાર્થીની ઓને વિદ્યાશાધના હેઠળ સાયકલ માટે ૧૯ કરોડની ફાળવણી થઈ છે
ધો.૯ની ૪૮ હજાર વિદ્યાર્થીની ઓને વિદ્યાશાધના હેઠળ સાયકલ માટે ૧૯ કરોડની ફાળવણી
.ગોધરા અને મોરબી ખાતે બનાવવામા આવનાર નવી મેડિકલ કોલેજના બાંધકામ અને હોસ્પિટલોને અપગ્રેડ કરવા ૫૦ કરોડની જોગવાઈ થઈ છે. એકંદરે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બજેટમાં ૭૬૪ કરોડ વધુ ફાળવાયા છે .ગત વર્ષે ૩૧,૯૫૫ કરોડ રૃપિયા શિક્ષણક્ષેત્રે ફાળવાયા હતા.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31