Last Updated on March 1, 2021 by
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા તરફથી 5 માર્ચથી મેગા હરાજી (SBI Mega E-Auction)નું આયોજન કર્યું છે. આ હરાજીની પ્રક્રિયા હેઠળ 1000થી વધુ પ્રોપર્ટીની બોલી લગાવવામાં આવશે. એમાં ઓપન પ્લોટ, રેસીડેન્સીયલ, ઇન્ડસ્ટ્રીયલ અને કમર્શિયલ પ્રોપર્ટી સામેલ છે. બેન્ક તરફથી સમય-સમય પર ડિફોલ્ટરથી રિકવરી માટે મોર્ગેન પ્રોપર્ટી હરાજી કરવામાં આવે છે. એના માટે એસબીઆઈ બ્રાન્ચ તરફથી મોટા અખબારોમાં જાહેરાત આપી છે. એ ઉપરાંત ટ્વીટર અને ફેસબુક જેવા પ્લેટફોર્મ પર પણ એનો પ્રચાર કરવામાં આવશે.
જો તમે હરાજી વાળી સંપત્તિ અંગે જાણકારી ઈચ્છો ઓ (https://www.bankeauctions.com/Sbi) આ લિંક પર ક્લિક કરો અને તમને પ્રોપર્ટી અંગે તમામ જાણકારી મળી જશે. આ પ્રોપર્ટી સમગ્ર દેશમાં છે અને એસબીઆઈ અલગ અલગ બ્રાન્ચો તરફથી સંયુક્ત રૂપમાં બોલી માટે આમંત્રણ કરવામાં આવ્યા ચ્યે. આ વેબસાઈટ પર ગ્રાહકો પ્રોપર્ટી માટે રિઝર્વ પ્રાઈઝ નાખવામાં આવી છે. અલગ અલગ પ્રોપર્ટી માટે હરાજીની તારીખ અને સમયની જાણકારી આપવામાં આવી છે. હરાજીની પ્રક્રિયામાં શામેલ થયા પછી મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈડીથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. એસબીઆઈ તરફથી હેલ્પલાઇન નંબર (033-40602403/40067351/40628253/40645316/40645207/40609118) પણ જારી કરવામાં આવ્યો છે. જો કોઈ પ્રકારની જાણકારી માટે સંપર્ક કરી શકો છો.
પ્રોપર્ટી ઓછી કિંમતમાં મળશે
આ સમયે હરાજી થઇ રહેલ પ્રોપર્ટી ખરીદવામાં ફાયદો છે કે આ તમને સારી કિંમતમાં મળશે. હરાજી થઇ રહેલ પ્રોપર્ટીને ખરીદવા માટે તમારે IBAPIની ઓફિશિયલ વેબસાઈટ https://ibapi.in/ પર જવું પડશે. ઈ-મેઈલ આઈડી અને મોબાઈલ નંબરની મદદથી રજીસ્ટ્રેશન કરાવવું પડશે. બોલી લગાવવા વાળાને કેવાયસી ડોક્યુમેન્ટ જમા કરાવવા પડશે. ત્યાર પછી આગળની પ્રક્રિયા શરુ થશે.
આ રીતે લેવો હરાજીમાં ભાગ
- આ હરાજીમાં ભાગ લેવા માટે તમે ઓનલાઈન અપ્લાય કરી શકો છો
- બ્રાન્ચ પર KYCની પુરી ડીટેલ માટે તમામ ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના રહેશે
- ઈ-હરાજીમાં ભાગ લેવા માટે પાર્ટીસીપેન્ટ અર્નેસ્ટ મની ડિપોઝીટ એટલે EMD જમા કરાવવાની રહશે
- ડિજિટલ સિગ્નેચર જરૂરી રહેશે. જો તમે હરાજીમાં ભાગ લેવા માંગો છો તો ઈ-આકસનર્સ અથવા માન્ય એજન્સી જય પોતાની ડિજિટલ સિગ્નેચર લઇ શકો છો.
- બ્રાન્ચ પર EMD અને KYC ડોક્યુમેન્ટ જમા કરાવ્યા પછી ઈ-હરાજી કરવા વાળા તરફથી બિડર્સના ઈ-મેઈલ આઈડી પર લોગઈન આઈડી અને પાસવર્ડ મોકલી આપવામાં આવશે, જેના દ્વારા હરાજીમાં ભાગ લઇ શકો છો.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31