Last Updated on February 28, 2021 by
સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓના 51,24,074 ગ્રામીણ મતદારો જિલ્લા અને તાલુકા પંચાયતમાં અને નગરોના 10,29,713 શહેરી મતદારો સહિત 61.53 લાખ મતદારોને નિર્ણયની ઘડી આવી પહોંચી છે. મુખ્યત્વે ગ્રામ્ય મતદારો છે તેવી પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકો, ખેડૂતો ઉપર પેટ્રોલ ડીઝલ,ખાતર, ખાદ્ય તેલ, ગેસનો બાટલો, રેલવે ભાડુ વગેરેમાં કમ્મરતોડ અને અસહ્ય વધારો ચૂંટણી પૂર્વેના સમયમાં કરી દેવાયો છે અને હવે આ મતદારો પાસે મત માંગવામાં આવી રહ્યા છે ત્યારે મતદારોની ભારે કસોટી થશે.
મતદારોની ભારે કસોટી
સમગ્ર ગુજરાતમાં 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાય છે તેમાં ભાજપના 5608, કોંગ્રેસના 5533, આમ આદમી પાર્ટીના 1371, અપક્ષો 1348, બ.સ.પાના 343, એન.સી.પી.ના 84 સહિત કૂલ 14,925 ઉમેદવારો ચૂંટણીજંગમાં ઝૂકાવ્યું છે. તો 81 નગરપાલિકા તેમજ 13 સુધરાઈની ખાલી બેઠકોની ચૂંટણીમાં ભાજપના 2567, કોંગ્રેસના 2266, બ.સ.પા.ના 109, એન.સી.પી. 88, આમઆદમી પાર્ટી 72, સમાજવાદી પાર્ટી 641195 અપક્ષો સહિત 7291 ઉમેદવારો સહિત આવતીકાલે કૂલ 22,216 ઉમેદવારોનું ભાવિ રાજ્યમાં ઈ.વી.એમ.માં કેદ થશે.
સૌરાષ્ટ્રમાં 55 તાલુકા પંચાયતોમાં 2809 ઉમેદવારોનું અને 8 જિલ્લા પંચાયતમાં 626 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. તો 18 નગરપાલિકાઓમાં 1591 ઉમેદવારો નસીબ અજમાવી રહ્યા છે. હાલ વસ્તુની અછતથી નહીં પણ સરકારના ઉંચા કરબોજના કારણે અનુભવાતી અસહ્ય અન્યાયી મોંઘવારી મહત્વની કે વિવિધ કૃષિ-ગ્રામ્ય કલ્યાણ યોજનાઓ મહત્વની, મત મોંઘા પડે તેને આપવો કે માથાકૂટ કરે તેને આપવો કે ચૂંટણી ટાણે પ્રગટેલાને આપવો કે પછી કોઈને નહીં એવો મત આપવા નોટાનું એક જ બટન દબાવી દેવું તે નિર્ણય લેવાની ઘડી આવી પહોંચી છે.
સૌરાષ્ટ્રમાં 55 તાલુકા પંચાયતોમાં 2809 ઉમેદવારોનું અને 8 જિલ્લા પંચાયતમાં 626 ઉમેદવારોનું ભાવિ
ઉલ્લેખનીય છે કે પ્રથમવાર ચૂંટણી ટાણે જ મોંઘવારીના અન્યાયી અને નિવારી શકાય તેવા ડામ લોકોને અપાયા છે અને તેમાં મત મળી જવાના જ છે તેવો અતિ વિશ્વાસ ઝળકતો હોવાનું પણ રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે ત્યારે આવતીકાલે ચૂંટણી બાદ મંગળવારે મતગણત્રી પરિણામ પર સૌની નજર રહેશે.
ભારતીય કિસાન સંઘે ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં ખેડૂતોનાં નહીં ઉકેલાયેલા 30 થી વધુ પ્રશ્નો તાજેતરમાં જિલ્લા તાલુકા મથકોએ રજુ કર્યા છે. સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં પ્રચાર તદ્દન નિરસ રહ્યો છે, મતદારોમાં બેરોજગારી, મોંઘવારીના અને પક્ષના આંતરિક ઝઘડાઓના કારણે મતદારોમાં સ્વયંભુ ઉત્સાહનો અભાવ છે. પરંતુ, નહીં ગમતાને મત નહીં આપવાથી અન્યના મતથી તે જીતી જવાનું જોખમ પણ છે. બે નબળામાંથી ઓછો નબળો કોણ તે નિર્ણય લઈને પણ લોકો મતદાન કરશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31