GSTV
Gujarat Government Advertisement

મહામારી ભારે પડી/ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ કોલેજોની પરીક્ષાઓ રાખી મોકૂફ, જાણી લો આજે શું લેવાયા છે નિર્ણયો

Last Updated on March 18, 2021 by

રાજ્યમાં કોરોના વાયરસના વધતા કેસોને ધ્યાને લઈને સરકાર દ્વારા ફરી વખત વિવિધ પ્રતિબંધો લાગુ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે શૈક્ષણિક કાર્ય પણ તેમાંથી બાકાત નથી. આજે રાજ્ય સરકારે શિક્ષણ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે.

exam

રાજ્ય સરકારે જાહેર કરેલી આ ગાઇડલાઇન પ્રમાણે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે પ્રમાણે 20 માર્ચથી શરૂ થનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાઓ પણ હાલ પુરતી મોકુફ રાખવામાં આવી છે. જો કે, આવતી કાલની પરીક્ષા યથાવત રહેશે. પરંતુ 20 માર્ચથી 10 એપ્રિલ સુધીની તમામ પરીક્ષાઓ મોકૂફ રહેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ ડૉ. નીતિન પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજય દેશાણી દ્વારા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાલક્ષી નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

ખાસ વાત એ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે પરીક્ષાઓ ચાલુ છે તેમાં આવતી કાલનું છેલ્લું પેપર યથાવત રાખી લેવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ સ્થિત ભવનો તથા સંલગ્ન કોલેજોમાં આવતી કાલથી ઓફલાઇન શિક્ષણ બંધ કરી તેની જગ્યાએ ઓનલાઇન શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કોરોના

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33