Last Updated on March 16, 2021 by
સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત ગુજરાતના અન્ય વિસ્તારોમાં આગામી બે દિવસ હિટ વેવની આગાહી કરવામાં આવી છે. અનેક શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાતા આગામી બે દિવસ કાળઝાળ ગરમી પડે તેવી શક્યતા છે. તો 19 માર્ચ બાદ ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ, તાપી અને નર્મદા જિલ્લામાં વીજળીની ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરાઇ છે. આ દરમ્યાન અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે. કમોસમી વરસાદની આગાહીને પગલે જગતનો તાત ફરી ચિંતિત બન્યો છે.
- રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી બે દિવસ હિટ વેવની આગાહી
- અનેક શહેરોમાં આગામી 2 દિવસ કાળજાળ ગરમી પડશે
- 19 તારીખ પછી વાતાવરણમાં આવી શકે છે પલટો
- ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી
- ગીર સોમનાથ, તાપી, નર્મદામાં વીજળી સાથે વરસાદની આગાહી
- અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે
કમોસમી વરસાદની આગાહી ના પગલે તાત ચિંતિત
ગુજરાતભરમાં ગરમીના પ્રભુત્વમાં વધારો થઇ રહ્યો છે અને આજે રાજ્યના ૧૨ શહેરમાં ૩૭ ડિગ્રીથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં ૩૮.૭ ડિગ્રી સાથે ડીસામાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. હવામાન વિભાગે આગામી ૩ દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાંથી વિશેષ કરીને પોરબંદર, દીવમાં હીટ વેવની ચેતાવણી જારી કરેલી છે. અમદાવાદમાં આગામી ૩ દિવસ ગરમીનો પારો ૩૯ ડિગ્રીની આસપાસ રહે તેની પણ પૂરી સંભાવના છે.
અમદાવાદમાં આગામી ૨૨ માર્ચથી ગરમીના પ્રભુત્વમાં થશે વધારો
હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘આગામી ૪-૫ દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં વધુ ફેરફાર થાય તેની સંભાવના નહીવત્ છે. પરંતુ ત્યારબાદના બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ૩ ડિગ્રીનો વધારો થઇ શકે છે. આગામી ૩ દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાંથી વિશેષ કરીને પોરબંદર, દીવમાં હીટ વેવની સ્થિતિ રહેશે. હીટ વેવને પગલે બાળકો તેમજ વૃદ્ધોએ ખાસ તકેદારી રાખવી.’ અમદાવાદમાં આજે સરેરાશ મહત્તમ તાપમાન ૩૮ જ્યારે સરેરાશ લઘુતમ તાપમાન ૨૦.૭ ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના મતે અમદાવાદમાં આગામી ૩ દિવસ દરમિયાન સરેરાશ ૩૯ ડિગ્રીની આસપાસ ગરમી રહેશે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર અમદાવાદમાં આગામી ૨૨ માર્ચથી ગરમીના પ્રભુત્વમાં વધારો થશે અને તાપમાન ૪૦ને પાર જઇ શકે છે.
ગત વર્ષની સરખામણીએ આ વખતે વધુ કાળઝાળ ગરમી પડે તેની પૂરી સંભાવના
અમદાવાદમાં ગત વર્ષે માર્ચ માસમાં ૩૧ તારીખે ૩૮.૪ ડિગ્રી નોંધાઇ હતી, જે ૨૦૨૦માં માર્ચ માસમાં નોંધાયેલું સૌથી વધુ તાપમાન હતું. પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વખતે વધુ કાળઝાળ ગરમી પડે તેની પૂરી સંભાવના છે. રાજ્યમાંથી આજે અન્યત્ર જ્યાં ૩૭ ડિગ્રીથી વધુ ગરમી નોંધાઇ તેમાં રાજકોટ, કેશોદ, પોરબંદર, વેરાવળ, ભૂજ, સુરેન્દ્રનગર, કંડલા, અમરેલી, ગાંધીનગર, વલ્લભ વિદ્યાનગરનો સમાવેશ થાય છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31