Last Updated on March 1, 2021 by
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું મતદાન પૂર્ણ થયુ છે હવે મત ગણતરીની તૈયારીઓ શરૂ થઇ છે. ઇવીએમની સાચવણી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મંગળવારે જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો માટે સવારથી મત ગણતરી થશે. જેમાં રાજકોટની વિરાણી સ્કૂલના સ્ટ્રોંગ રૂમમાં ઇવીએમ રાખવામાં આવ્યા છે. 10 કેન્દ્રો પર મત ગણતરીની કાર્યવાહી થશે. જામનગર જીલ્લા અને તાલુકા પંચાયતની મતગણતરી ઓશવાળ સ્કૂલમાં હાથ ધરવામાં આવશે. દરેક રાઉન્ડમાં 10 ટેબલ પર મતગણતરી કરવાની વ્યવસ્થા રાખવામાં આવી છે.જામનગરની 6 તાલુકા પંચાયતની કુલ 112 બેઠકોમાં 333 ઉમેદવારો મેદાનમાં છે.
રાજકોટમાં 10 કેન્દ્રો પર મતગણતરી
રાજકોટની વિરાણી સ્કૂલના સ્ટ્રોંગ રૂમમાં ઇવીએમ રાખવામાં આવ્યા છે. ઇવીએમની સાચવણી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આવતીકાલે જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો માટે સવારથી મત ગણતરી થશે. 10 કેન્દ્રો પર મત ગણતરીની કાર્યવાહી થશે.
કોરોના ગાઇડલાઇન સાથે થશે ચૂંટણી પરિણામોની જાહેરાત
રાજકોટમાં ધોરાજીની ભગવતસિંહજી હાઇસ્કૂલમાં મત ગણતરી હાથ ધરાશે. મંગળવારે સવારે 9 વાગ્યે મત ગણતરી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. કુલ પાંચ હોલમાં ગણતરી પ્રક્રિયા યોજાશે. ચાર હોલમાં તાલુકા પંચાયતની મત ગણતરી અને એક હોલમાં જિલ્લા પંચાયતની મત ગણતરી થશે. જિલ્લા પંચાયતની મત ગણતરી માટે 10 ટેબલ અને 16 રાઉન્ડમાં મતગણતરી યોજાશે. જ્યારે તાલુકા પંચાયતની મત ગણતરી માટે દરેક હોલમાં પાંચ ટેબલ પર ગણતરી થશે. થર્મલ ગન દ્વારા સ્કેનિંગ કર્યા બાદ મત ગણતરી કેન્દ્રમાં દરેકને પ્રવેશ આપવામાં આવશે. મત ગણતરી કેન્દ્રની બહાર 300 મીટર સુધી વાહનો માટે પ્રવેશ બંધી રાખવામાં આવી છે.
ઓશવાળ સ્કૂલમાં ગોઠવાઈ જામનગરની વ્યવસ્થા
જામનગર જીલ્લા અને તાલુકા પંચાયતની મતગણતરી ઓશવાળ સ્કૂલમાં હાથ ધરવામાં આવશે. દરેક રાઉન્ડમાં 10 ટેબલ પર મતગણતરી કરવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. જામનગરની 6 તાલુકા પંચાયતની કુલ 112 બેઠકોમાં 333 ઉમેદવારો મેદાન છે. જેનુ ભાવિ મંગળવારે નકકી થશે. જામનગરમાં કુલ 64.86 ટકા મતદાન થયુ છે. 2015ની ચૂંટણીમાં જીલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતમાં કોંગ્રેસ જીત મેળવી હતી. પરંતુ કેટલીક તાલુકા પંચાયતમાં સભ્યોએ પક્ષ પલ્ટો કરતા ભાજપ સતા પર આવ્યુ હતુ.જો કે જીલ્લા પંચાયતમાં પાંચ વર્ષ સુધી કોંગ્રેસ શાસન પર રહ્યુ હતુ.આ વખતે થયેલા મતદાન બાદ બંન્ને પક્ષોએ જીતના દાવા કર્યા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31