GSTV
Gujarat Government Advertisement

પરમબીરની ચિઠ્ઠીથી અઘાડી ગઠબંધન ડામાડોળ / સંજય રાઉતે કહ્યું: તમામ સહયોગીઓને જરૂર છે આત્મમંથનની

Last Updated on March 21, 2021 by

મહારાષ્ટ્રમાં મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહની ચિઠ્ઠી બાદ રાજ્યની ગઠબંધન સરકાર ડામાડોળ થવા લાગી છે. એનસીપી કોંગ્રેસ અને શિવસેનાના ગઠબંધન વાળી એમવીએ સરકારમાં ખેંચતાણના એંધાણ જોવા મળી રહ્યા છે. આવું એટલા માટે લાગી રહ્યું છે કે શિવસેના સાંસદ સંજય રાઉતે પરમબીર સિંહની ચિઠ્ઠીને લઈને મોટું નિવેદન આપ્યું છે.

રાઉતે તમામ સહયોગી પાર્ટીઓને આત્મમંથન કરવાની સલાહ આપી છે. તેમણે જણાવ્યું છે કે તમામ પક્ષોએ એ જોવું જોઈએ કે શું તેમના પગ જમીન પર છે કે નહિ. મેં પહેલા પણ કહ્યું હતું કે કેટલાંક મુદ્દે સરકારે પહેલેથી જ નજર રાખવી જોઈએ અને કેટલાંક અધિકારીઓ પર નજર રાખવી જોઈએ. રાજ્યના મુખ્યમંત્રીએ સરકારનું સન્માન મજબૂતીથી બચાવી રાખ્યું છે.

સંજય રાઉત

તો, અનિલ દેશમુખના સવાલ પર રાઉતે કહ્યું કે શરદ પવાર આ મામલે યોગ્ય નિર્ણય લેશે. હું આજે બપોર બાદ દિલ્હી જઈશ. તેમને મળવા પ્રયાસ કરીશ. નાસિકમાં સંજય રાઉતે કહ્યું છે કે અનિલ દેશમુખ પર લગાવવામાં આવેલ આરોપો ગંભીર છે. કોઈ પણ મંત્રી પર આ પ્રકારના આરોપો ન લાગવા જોઈએ. આ આત્મનિરીક્ષણનો સમય છે.

રાહુલ

શરદ પવારે 2 નેતાઓને દિલ્હી બોલાવ્યા

એનસીપી પ્રમુખ શરદ પવારે એનસીપીના 2 નેતાઓને મળવા માટે દિલ્હી બોલાવ્યા છ્હે, મુંબઈથી અજિત પવાર અને જયંત પાટીલ શરદ પવાર સાથે મુલાકાત કરવા દિલ્હી જશે. એનસીપીની આ બેઠકમાં અનિલ દેશમુખને લઈને ચર્ચા કરવામાં આવશે. ગુહમંત્રી અનિલ દેશમુખ પર પરમબીર સિંહે સચિન વાજે પાસે વસૂલી કરાવવાનો આરોપ લગાવ્યો છે. દેશમુખ પર આરોપ બાદ વિપક્ષે ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33