Last Updated on March 22, 2021 by
મહારાષ્ટ્રની સરકારમાં મચેલી હલચલ વચ્ચે સોમવારે શિવસેના સાંસદ સંજય રાઉતે પ્રેસ કૉન્ફરન્સ કરી. રાજ્યના ગૃહ મંત્રી અનિલ દેશમુખના રાજીનામા પર મચેલા ઘમાસાણને લઈને સંજય રાઉતે કહ્યુ કે જો સરકાર યોગ્ય તપાસ માટે તૈયાર છે તો પછી વારંવાર રાજીનામાની વાત કેમ કરી રહી છે.
સંજય રાઉતે આરોપ લગાવ્યો કે કેન્દ્રીય એજન્સીઓનો ખોટો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિ શાસન લગાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે પરંતુ જે આવુ પગલુ ઉઠાવી રહ્યા છે તેમના માટે યોગ્ય હશે નહીં. જો આવુ વિચાર્યુ તો હુ ચેતવણી આપુ છુ કે આ આગ તેમને પણ સળગાવી દેશે.
શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યુ કે જો NCP પ્રમુખ શરદ પવારે એ નક્કી કર્યુ કે અનિલ દેશમુખની ઉપર જે આરોપ લગાવવામાં આવ્યા છે તેમાં તથ્ય નથી તો તેમની તપાસ થવી જોઈએ. સંજય રાઉતે કહ્યુ કે જો અમે બધાના રાજીનામા લેતા રહીશુ તો સરકાર ચલાવવી મુશ્કેલ થઈ જશે.
સંજય રાઉતે કહ્યુ કે જ્યાં સુધી ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી છે ત્યાં સુધી તમામ કેસની તપાસ યોગ્ય રીતે કરવામાં આવશે. શિવસેના નેતાએ સ્પષ્ટ કર્યુ કે મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નરના ખભા પર બંદુક રાખીને ગોળી ચલાવવામાં આવી રહી છે, વિરોધી પક્ષ લોકોને ગુમરાહ કરી શકે નહીં.
કેન્દ્ર સરકાર પર વરસ્યા સંજય રાઉત
શિવસેના સાંસદ સંજય રાઉતે કેન્દ્ર પર નિશાન સાધતા કહ્યુ કે કેન્દ્રીય એજન્સીઓને મહારાષ્ટ્રમાં મોકલવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, અમે એનઆઈએને સહયોગ કરી રહ્યા છે. સુશાંત કેસમાં જ્યારે સીબીઆઈએ એન્ટ્રી લીધી, ત્યારે પરમબીર જ કમિશ્નર હતા પરંતુ સીબીઆઈ કંઈ નવુ શોધી શકી નહીં.
સમગ્ર વિવાદ પર સંજય રાઉતે કહ્યુ કે ત્રણેય પાર્ટીઓમાં જે પણ નક્કી થયુ છે, અંતિમ નિર્ણય કેબિનેટના મંચ પર મુખ્યમંત્રી દ્વારા જ લેવામાં આવશે. સંજય રાઉતે કહ્યુ કે મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકારનો કોઈ વાળ પણ વાંકો કરી શકે નહીં અને સરકાર પોતાનો કાર્યકાળ પૂરો કરશે.
ઉલ્લેખનીય છે કે સચિન વાઝે કાંડ બાદ મુંબઈ પોલીસ કમિશ્નરના પદેથી પરમબીર સિંહ દૂર થયા હતા. જે બાદ તેમનો એક પત્ર સામે આવ્યો, જેમાં પરમબીર સિંહે આરોપ લગાવ્યો કે ગૃહ મંત્રી અનિલ દેશમુખે સચિન વાઝેને મુંબઈમાં દર મહિને સો કરોડ રૂપિયાની વસૂલીનો ટારગેટ આપ્યો હતો. જે બાદથી પ્રશ્ન ઉભો થયો છે અને મહારાષ્ટ્રની સરકાર પર સંકટ મંડરાઈ રહ્યુ.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31