GSTV
Gujarat Government Advertisement

ગુજરાત ફળ્યું/ આરોગ્ય સચિવ જયંતિ રવિ બનશે આ રાજ્યના મુખ્ય સચિવ, વિધાનસભા ચૂંટણી પહેલા સંભાળી શકે છે ચાર્જ

Last Updated on March 16, 2021 by

દેશમાં પાંચ રાજ્યોમાં ચૂંટણીઓ આવી રહી છે ત્યારે મોટા પ્રમાણમાં સચિવ કક્ષાએ બદલીઓ થતી હોય છે. ગુજરાતમાં ઘણાં આઈએએસ અધિકારીઓને કેન્દ્રમાં નરેન્દ્રમોદીની સરકાર આવતાં ડેપ્યુટેશન પર લઈ જવાયા છે. ઘણાં રાજ્યોમાં હાલ ચૂંટણી આવી રહી છે ત્યારે મોટા પ્રમાણમાં બદલીઓનો દોર ચાલુ થશે. ગુજરાતના આરોગ્ય વિભાગના સચિવ જયંતિ રવિની બદલી થવાના એંધાણ મળ્યા છે. માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારની ગુડબુકમાં રહેલા આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ પુડુંચેરીના મુખ્ય સચિવ બનશે.

પુડુંચેરીના મુખ્ય સચિવ પદની સેવા સંભાળશે

સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર તરફથી સૂચના મળતાં જ રાજ્ય સરકારે જયંતી રવિને રાજ્યની સેવામાંથી છૂટાં કરવા માટેની ઔપચારિકતા આરંભી દીધી છે. આવતાં સપ્તાહ સુધીમાં જ જયંતી રવિને ગુજરાતના આરોગ્ય વિભાગમાં તેમની જવાબદારીમાંથી છૂટાં કરવાનો આદેશ બહાર પડી શકે છે. તેઓ કેન્દ્ર સરકારની સૂચના મુજબ પુડુંચેરીના મુખ્ય સચિવ પદની સેવા સંભાળશે.

6 એપ્રિલે 30 બેઠકો માટેની વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે

પુડુચેરીમાં 6 એપ્રિલે 30 બેઠકો માટેની વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે, તે પૂર્વે જ જયંતિ રવિ ત્યાં જઈને આ ચાર્જ સંભાળી લેવાનાં છે. તેમના ગયા પછી રાજ્ય સરકારમાં આવતાં સપ્તાહના અંત ભાગ સુધીમાં જ સચિવ તથા અન્ય કક્ષાએ ફરજ બજાવતા આઇએએસ અધિકારીઓની બદલીઓના હુકમો થશે. આ અગાઉ ગુજરાત સરકારના 1987 બેચના લાલનુનમાવિયા ચુઆઉંગોને પ્રતિનિયુક્તિ પર એપ્રિલ 2018માં મિઝોરમના મુખ્ય સચિવ બનાવાયા હતા. તે જ મુજબ જયંતિ રવિને પણ પ્રતિનિયુક્તિ પર પુડુચેરીમાં મુખ્ય સચિવ બનાવાશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33