GSTV
Gujarat Government Advertisement

આઝાદીનો અમૃત મહોત્સવ: PMની દાંડી યાત્રાને લીલી ઝંડી, PM બોલ્યા નમકનો અર્થ છે ઈમાનદારી અને વફાદારી

Last Updated on March 12, 2021 by

દેશની આઝાદીના 75 વર્ષ 2020માં પૂર્ણ થઇ રહ્યાં છે. આ અવસરે આજથી જ દેશવ્યાપી જશ્નની શરૂઆત થઇ ગઇ છે. પીએમ મોદી અમૃત મહોત્વની શરૂઆત થઈ ગઈ છે. આ સાથે જ દાંડી માર્ચને 91 વર્ષ થયા છે, આ અવસરે પીએમ મોદી એક માર્ચને લીલી ઝંડી આપી હતી.

સાબરમતી ગાંધી આશ્રમથી પીએમ મોદીએ દાંડીયાત્રાનો ફ્લેગ ઓફ કરી શુભારંભ કરાવ્યો હતો. દાંડી યાત્રા ગાંધી આશ્રમથી દાંડીપુલ, વાડજ સર્કલથી ગુજરાત વિદ્યાપીઠ પહોંચશે. ગુજરાત વિદ્યાપીઠ ખાતે યાત્રાનો પહેલો પડાવ હશે. વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે. જ્યાંથી પદયાત્રા આગળ વધી પાલડી કોચરબ આશ્રમ ખાતે બપોરે રોકાણ કરશે. બપોરે ભોજન અને આરામ બાદ યાત્રા આગળ પાલડી NID થઈ બહેરામપુરા, દાણીલીમડા, નારોલ, અસલાલી થઇ આગળ વધશે.

અમૃત મહોત્સવ એટલે નવા સંકલ્પોનો અમૃત- પીએમ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ એટલે સ્વતંત્રતાની ઉર્જાનો અમૃત. પીએમ મોદીએ કહ્યું કે સ્વતંત્રતાનું અમૃત મહોત્સવ એટલે સ્વતંત્રતા સેનાનીઓની પ્રેરણાનું અમૃત છે. સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ એટલે નવા વિચારોનો અમૃત. નવા ઠરાવોનો અમૃત. સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ એટલે આત્મનિર્ભરતાનો અમૃત.

દિલ્હી ચલોના નારાને કોણ ભૂલી શકે છે- પીએમ

કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું હતું કે 1857 ની આઝાદીની લડત, મહાત્મા ગાંધી વિદેશથી પાછા ફર્યા, દેશને સત્યગ્રહની તાકાતની ફરીથી યાદ અપાવી, લોકમાન્ય તિલકની સંપૂર્ણ સ્વતંત્રતાની હાકલ, નેતાજી સુભાષચંદ્ર બોઝની આગેવાનીમાં આઝાદ હિંદ ફોજની દિલ્હી કૂચ, દિલ્હી ચલોના નારાને કોણ ભૂલી શકે

પીએમ મોદી બોલ્યા કે પંડિત નહેરું, બાબા સાહેબ આંબેડકર, મૌલાના આઝાદ, સરદાર પટેલના સપનાનું ભારત બનાવવા માટે અમે આગળ વધી રહ્યા છે, પીએમ મોદીએ જણાવ્યું કે દેશના ઈતિહાસમાં ઘણા એવા સંઘર્ષ છે, જેનું નામ આજે નથી લેવામાં આવતું, પરંતુ તમામનું એક પોતાનું આગવું મહત્વ છે. પીએમ મોદી બોલ્યા કે ભક્તિ આંદોલનને રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવ્યું અને સમગ્ર દેશોમાં આઝાદીના મહોત્સવને જન-જન સુધી પહોંચાડવામાં આવ્યું છે.

મીઠાને તેની કિંમતથી નથી આંકવામાં આવ્યું, આપણે ત્યાં મીઠાનો અર્થ છે વફાદારી, આજે પણ આપણે કહીએ છીએ કે દેશનું નમક ખાધું છે: PM

  • 75 અઠવાડિયા સુધી ચાલશે અમૃત મહોત્સવ: PM
  • -દેશના સ્વાધિનતા સંગ્રામમાં પોતાની બલિદાન કરનારી વિભૂતિઓને નમન
  • -આજે આઝાદીના અસંખ્ય બલિદાનોની ઉર્જા સમગ્ર ભારતમાં એક સાથે પુનર્જાગૃત થઈ રહી છે
  • – રાષ્ટ્ર માટે ભારત માટે પવિત્ર અવસર છે: PM
  • – આ મહોત્સવ 15 ઓગસ્ટ 2023 સુધી ચાલશે: PM

નમકનો અર્થ છે ઈમાનદારી, વફાદારી. અમે આજે પણ કહીએ છે અમે દેશનું નમક ખાધું છું. નમકએ શ્રમ અને સમાનતાનું પ્રતીક છે.અંગ્રેજોએ આત્મનિર્ભરતાના પ્રતિક પર ઘાત કર્યો હતો. દિલ્હી ચલો નારો દેશ આજે પણ ભૂલી ન શકે.અંગ્રેજોએ આત્મનિર્ભરતાના પ્રતીક પર ઘાત કર્યો હતો. દિલ્હી ચલોનો નારો દેશ આજે પણ ભૂલી ન શકે. દરેક ચળવળ આપણને પ્રેરણા આપે છે. ઘણી ચળવળોને મળવું જોઈએ એટલું મહત્વ મળ્યું નથી.

દિલ્હી ચલોનો નારો દેશ આજે પણ ભૂલી ન શકે

પીએમ મોદી બોલ્યા તે દાંડી યાત્રાની વર્ષગાંઠ પર બાપુની કર્મસ્થળ પર ઈતિહાસ બનતા પણ દેખાઈ રહી છે, ઈતિહાસનો પણ ભાગ પણ બની રહી છે.

  • અંડમાનની સેલ્યુલર જેલ,
  • મુંબઈનું આઝાદ મેદાન
  • પંજાબનું જલિયાવાલા બાગ
  • ઉત્તર પ્રદેશનું મેરઠ
  • કાકોરી સત્યાગ્રહ
  • અને રાણી લક્ષ્મીબાઈનું મે અપની ઝાંસી નહી દુંગી

કરોડો લોકોએ આઝાદીની સવારને વર્ષો સુધી રાહ જોઈ

પીએમ મોદીએ જણાવ્યું કે ગુલામીના સમયમાં કરોડો લોકોએ આઝાદીની સવારને વર્ષો સુધી રાહ જોઈ હતી. પીએમ મોદી બોલ્યા આ મહોત્સવના પાંચ સ્તંભો પર જોર આપવામાં આવ્યું છે, જેમાં ફ્રીડમ સ્ટ્રગલ- એક્શન-આઈડિયા જેવા સ્તંભ શામેલ છે. પીએમ મોદી બોલ્યા ઈતિહાસ સાક્ષી છે.કોઈપણ રાષ્ટ્રનું ગૌરવ ત્યારે જાગૃત રહે છે. જ્યારે તે પોતાના ઈતિહાસની પંરપરાઓથી પ્રેરણા લે છે.’

આઝાદીના અમૃત મહોત્સવમાં પીએમ મોદીએ કહ્યું કે હું પુણ્ય અવસર પર બાપૂના ચરણોમાં શ્રદ્ધા સુમન અર્પિત કરુ છુ. તેમણે કહ્યું કે હું તમામ વીર જવાનોને નમન કરુ છુ જેમણે શહીદી વહોરી છે. તેમને પણ નમન કરુ છુ જે લોકો ભારતને અહીં સુધી લાવ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે દિલ્હીથી નીકળ્યો તો ખૂબ જ અદ્ભૂત સંયોગ થયો. આજે દિલ્હીમાં વરસાદ આવ્યો અને ગુજરાતમાં આ કાર્યક્રમની શરૂઆત થઇ રહી છે. આપણુ સૌભાગ્ય છે કે આપણે આ ઐતિહાસિક અવસરનો હિસ્સો બની રહ્યાં છીએ. દેશના અલગ-અલગ હિસ્સા જે આઝાદીની લડતના સાક્ષી બન્યા, જ્યાં જશ્ન ચાલી રહ્યો છે.

દેશની રાજધાનીમાં અમૃત વર્ષા થઈ વરૂણ દેવે આશીર્વાદ આપ્યા. આઝાદ ભારતના ઈતિહાસ બનતા જોઈ શકાય છે. આઝાદીના અમૃત મહોત્સવનો પ્રારંભ થયો છે, 15 ઓગસ્ટ 2022 ના 75 દિવસ પહેલા શરૂ થયો 15 ઓગસ્ટ 2023 સુધી ચાલશે. આજે એક રાષ્ટ્રના રૂપે ભારત માટે એવો પવિત્ર અવસર છે,આઝાદીનો અમૃત મહોત્સ્વ ઓગસ્ટ 2023 સુધી ચાલશે.

પીએમ મોદીએ વેબસાઈટ લોન્ચ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આઝાદીના અમૃત મહોત્સવની એક વેબસાઈટ લોન્ચ કરી છે. સાથે સાથે કાર્યક્રમ સ્થળમાં મૂકવામાં આવેલા એક મોટા ચરખાનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું.

બોલિવૂડ સિંગર હરિહરન અને ઝુબિન નોટિયાલે ધમાકેદાર પર્ફોર્મન્સ કર્યું હતું

પીએમ મોદીએ લખ્યો સંદેશ

  • વડાપ્રધાન મોદીએ સાબરમતિ આશ્રમમાં હૃદયકુંજમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી. તેમજ આશ્રમની વિઝિટર્સ બુકમાં પોતાનો મેસજ લખ્યો.
  • – વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતિ આશ્રમ પહોંચ્યા
  • – વડાપ્રધાન સાથે રાજ્યપાલ અચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યાં.

આઝાદીના અમૃત મહોત્સવ ઘણો ખાસ રહેશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પહોંચી ચુક્યા છે. તેમને આવાકારવા માટે રાજ્યપાલ આયાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ અમદાવાદ એરપોર્ટ પર ઉપસ્થિત છે. વડાપ્રધાન મોદી સાબરમતિ આશ્રમ પહોંચ્યા છે. 7 મિનિટ ગાંધી આશ્રમમાં રોકાયા બાદ તેમણે પ્રદર્શન નિહાળ્યું

હ્રદયકુંજમાં ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હતી. પીએમ મોદી 7 મિનિટ ગાંધી આશ્રમમાં રોકાયા બાદ સભા સ્થળે જવા રવાના થયા છે. પ્રદર્શન નિહાળશે પછી સંબોધન કરશે.

વડાપ્રધાન મોદી સાબરમતિ આશ્રમ પહોંચ્યા, ગાંધીજીની મૂર્તિને નમન કરીને પુષ્પાંજલી અર્પી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમમાં પહોંચ્યા હતા..વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીજીની પ્રતિમાને  સુતરની આંટી પહેરાવી હતી..

આઝાદીના અમૃત મહોત્સવ ઘણો ખાસ રહેશે.

મહાત્મા ગાંધીની કર્મભૂમિ અને આઝાદીની લડતના કેન્દ્ર બિન્દુ અમદાવાદ શહેરના સાબરમતી આશ્રમ ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 10.30 કલાકે આઝાદીના અમૃત મહોત્સવનો આરંભ કરાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે. આઝાદીના અમૃત મહોત્સવની દેશભરમાં ઉજવણી કરવામાં આવશે.  વડાપ્રધાન  નરેન્દ્ર મોદી આજે સવારે 8.30 વાગ્યે દિલ્હી એરપોર્ટથી અમદાવાદ આવવા માટે રવાના થયા છે.. 10.00 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. ત્યાંથી 10.30 કલાકે સાબરમતિ આશ્રમ પહોંચશે. જ્યાં તેઓ બપોરે 12.15 સુધી આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં ભાગ લેશે. બે કલાકના રોકાણ બાદ તેઓ દિલ્હી પરત જશે.

12.15 સુધી આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં ભાગ લેશે

ઉલ્લેખનીય છે કે આઝાદીના અમૃત મહોત્સવમાં બોલિવુડના અભિનેતા અનુપખેર પણ હાજર છે.

10.00 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે

સાબરમતી આશ્રમ ઉપરાંત ગુજરાતના મહત્વના છ જિલ્લાઓ ઉપરાંત 75 સ્થળોએ એક સામટી ઉજવણીનો આરંભ કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને ગુજરાત પ્રદેશ ભાજપના વડા સી.આર. પાટીલ ઉપસ્થિત રહેશે. પીએમ આજે અમદાવાદની મુલાકાતે છે. તેઓ આજે આઝાદીના અમૃત મહોત્સવનો ગાંધી આશ્રમથી પ્રારંભ કરાવશે. પીએમ સહિતના મહાનુભાવો આજે ગાંધીઆશ્રમમાં આવવાના હોવાથી સમગ્ર વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

  • અભયઘાટની સભામાં ભાગ લેવા વિવિધ ગ્રૂપ આવી પહોંચ્યા
  • સુભાષબ્રિજથી ગાંધી આશ્રમનો રોડ અને વાડજથી સુભાષબ્રિજ સુધીનો રોડ બંધ
  • દાંડીયાત્રા માટે 81 લોકોનું ગ્રુપ પહોંચ્યું છે
  • પીએમ મોદી 10.00 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે અને ત્યાંથી 10.30 કલાકે સાબરમતી આશ્રમ પહોંચશે

દાંડી યાત્રાના 91 વર્ષ થઈ રહ્યા હોવાના અવસરે દાંડી યાત્રાને પીએમ મોદી લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવશે.. દાંડી પુલ પર ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાલતા જશે. તેમની સાથે ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જોડાશે. સાથે જ કેન્દ્રીય અને રાજ્ય સરકારના ઘણા મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ પણ જોડાશે.

આ યાત્રામાં 81 ગાંધી અનુયાયીઓ જોડાશે અને 1930માં ઐતિહાસિક દાંડીયાત્રા સમયે મહાત્મા ગાંધીએ જે માર્ગો પર આ યાત્રા યોજી હતી એના પર જ આ યાત્રા આગળ વધશે. ગાંધીઆશ્રમની બાજુમાં પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની સમાધી સ્થળ અભય ઘાટ પાસે વિશાળ ડોમ તૈયાર કરાયો છે. જ્યાં પીએમ મોદી સંબોધન કરશે..

સુરતના બારડોલી ખાતે સરકાલ પટેલે ખેડૂતો પાસેથી મહેસૂલની કરવામાં આવતી ઉઘરાણીના વિરોધમાં સત્યાગ્રહ કરીને અંગ્રેજોને ઝૂકાવ્યા હતા. આ સત્યાગ્રહ બાદ તેમને સરદારનું બિરૂદ મળ્યું હતું. તેથી બારડોલીમાં ઉજવણી કરવામાં આવશે. મોહન ગાંધીના જન્મસ્થળ પોરબંદર પણ દાંડીયાત્રા સાથે સંકળાયેલું છે. 

મોહન ગાંધીના જન્મસ્થળ પોરબંદર પણ દાંડીયાત્રા સાથે સંકળાયેલું

રાષ્ટ્રીય ચેતનાના પ્રેરક મહર્ષિ અરવિન્દ ઘોષમી કર્મભૂમિ વડોદરાના નવલખી મેદાનમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના અધ્યક્ષપદે ઉજવણીનો આરંભ કરવામાં આવશે. સરદાર વલ્લભભાઈનમા સત્યાગ્રહની ભૂમિ બારડોલીમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા અમૃત મહોત્સવનો આરંભ કરાવસે.

કૃષિ મંત્રી આર.સી. ફળદુ પોરબંદરમાં, નમક પરના વેરાનો વિરોધ કરીને મૂઠ્ઠી નમક ઉઠાવીને મહાત્મા ગાંધીજીએ જે ભૂમિ પર અંગ્રેજોના અહમને તોડવાની કામગીરી કરી હતી તે ભૂમિ પર રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલના અધ્યક્ષ સ્થાને આઝાદીના અમૃત મહોત્વસની ઉજવણી કરવામાં આવશે. 

બોલિવૂડ એક્ટર અનુપમ ખેર હાજર


દાંડીના નમક સત્યાગ્રહ પછી જ સમગ્દ દેશમાં અહિંસક અને સવિનય કાનૂન ભંગના આંદોલનો શરૂ થયા હતા. ગાંધીજીએ ચપટી નમક ઉપાડીને બ્રિટીશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં લૂણો લગ્યો હતો.  કચ્છના ક્રાન્તિકારી શ્યામજી કૃષ્ણ વર્માના જન્મસ્થળ માંડવી ખાતે રાજ્યકક્ષાના મંત્રી વાસણ આહીરની ઉપસ્થિતિમાં આઝાદીના અમૃત મહોત્સવનો આરંભ થશે. છ જિલ્લા ઉપરાંત 75 સ્થળોએ આઝાદીના અમૃતમહોત્સવની ઉજવણી કરવામાં આવશે. 

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33