Last Updated on March 16, 2021 by
ભારતમાં ફરી એક વખત કોરોનાના કેસ ઝડપભેર વધી રહ્યા છે ત્યારે દેશમાં કોરોનાની ત્રીજી વેક્સીનને પણ ઈમરજન્સી ઉપયોગ માટે તાત્કાલિક મંજૂરી આપવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં ભારતમાં બે વેક્સીનને મંજૂરી અપાઈ છે અને તે લોકોને મુકવામાં આવી રહી છે ત્યારે રશિયાની સ્પૂતનિક વી વેક્સીનના ઉપયોગ માટે તાજેતરમાં જ સરકારની મંજૂરી માંગવામાં આવી હતી.
અત્યાર સુધી ભારતના ડ્રગ કંટ્રોલર દ્વારા આ વેકસીનને મંજૂરી આપવામાં આવી નથી
જોકે અત્યાર સુધી ભારતના ડ્રગ કંટ્રોલર દ્વારા આ વેકસીનને મંજૂરી આપવામાં આવી નથી.બીજી તરફ આ વેક્સીનની ત્રીજા તબક્કાની ટ્રાયલ પણ પૂરી થઈ ચુકી છે અને તેમાં 1500 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.આ પરિક્ષણનુ રિઝલ્ટ વહેલી તકે જાહેર કરાશે. જોકે રશિયામાં આ વેક્સીન લોકોને અપાઈ રહી છે. અહીંયા તેની ટ્રાયલમાં તે 91 ટકા અસરકારક હોવાનુ સાબિત થયુ હતુ.રશિયાની આ ટ્રાયલમાં 19000 જેટલા સ્વયંસેવકોને સામેલ કરવામાં આવ્યા હતા.
રશિયામાં આ વેક્સીન 35 લાખ લોકોને બે ડોઝ સ્વરુપે અપાઈ
રશિયામાં આ વેક્સીન 35 લાખ લોકોને બે ડોઝ સ્વરુપે અપાઈ ચુકી છે. હવે જ્યારે ભારતમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યારે રસીકરણમાં ઝડપ લાવવા માટે ભારત ત્રીજી રસી તરીકે રશિયાની વેક્સીનને બહુ જલ્દી મંજુરી આપશે તેવી અટકળો શરુ થઈ છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31