GSTV
Gujarat Government Advertisement

શાંતિની વાતો કરનારા બાઈડેનનું ‘પરાક્રમ’ / પુતિનને ગણાવ્યા ‘કિલર’ તો રશિયન પ્રેસિડેન્ટે આપ્યો જવાબ, પરત બોલાવ્યા એમ્બેસેડર્સ

Last Updated on March 19, 2021 by

શાંતિની વાતો કરીને સત્તા પર આવેલા પ્રમુખ બાઈડેને રશિયન પ્રમુખ પુતિન માટે કિલર શબ્દ વાપર્યો હતો. પુતિનને તેમણે હત્યારા ગણાવતા રશિયા તરફથી જલદ રિએક્શન આવ્યું છે. રશિયાએ અમેરિકા ખાતેના પોતાના એમ્બેસેડરને પરત બોલાવી લીધા હતા. વધુમાં રશિયન પ્રમુખ પુતિને બાઈડેનના વિધાન અંગે રિએક્શન આપતા કહ્યું હતું કે મને હત્યારા ગણાવનાર અમેરિકા જરા પોતાનો ભૂતકાળ પણ જૂએ.

રશિયાના પડોશી યુક્રેનમાં ક્રિમિયા નામનો પ્રાંત છે. આ પ્રાંત પર 2014માં રશિયાએ હુમલો કરી જીતી લીધો હતો. પણ ક્રિમિયાવાસી પોતાને આઝાદ ગણાવે છે. યુક્રેન સાથેના તેના જોડાણની તિથિ નિમિત્તે બાઈડેને વિડીયો કોલ દ્વારા ક્રિમિયાવાસીઓ સાથે વાત કરી હતી. એ પછી બાઈડેનને પૂછવામાં આવ્યું કે તમે પુતિનને હત્યારા માનો છો (ક્રિમિયામાં સંહાર સર્જવા માટે)? તેના જવાબમાં બાઈડેને કહ્યું હતું કે હા માનું છું.

બાઈડેન

અમેરિકી પ્રમુખ રશિયન પ્રમુખને હત્યારા માને છે, એ વિધાનને કારણે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. થોડા દિવસ પહેલા જ અમેરિકામાં એવો અહેવાલ રજૂ થયો હતો કે પ્રમુખપદની ચૂંટણી વખતે દખલગીરીનો રશિયાએ ભરપૂર પ્રયાસ કર્યો હતો. એટલે રશિયા-અમેરિકાના સબંધો અત્યારે તંગ સ્થિતિમાં તો છે જ.

એમ્બેસેડરને શા માટે અમેરિકાથી પરત બોલાવી લીધા તેનું રશિયાએ કારણ આપ્યું ન હતું. પણ રશિયાએ પછી કહ્યું છે કે જો અમેરિકા પોતાના કિલર વિધાનનો ખુલાસો નહીં કરે પછી અમારે પગલાં લેવા જ પડશે. મોસ્કોના પ્રતિનિધિઓએ ત્યાં સુધી કહ્યું હતું કે અમેરિકાના આ વિધાન પછી સબંધોનો રસ્તો પૂરો થયો હોય એવી સ્થિતિ સર્જાઈછે.

સલામતીના બહાને અમારી કંપનીઓ પર પ્રતિબંધ અનુચિત : ચીન

અમેરિકાએ ચીનની વધુ 3 ટેલિકોમ કંપનીઓ પર પ્રતિબંધ મુકવા તૈયારી કરી છે. ચાઈના યુનિકોમ, પેસેફિક નેટવર્ક કોર્પોરેશન અને કોમનેટ એ કંપનીઓ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે નુકસાનકર્તા ગણાવાઈ છે. આ કંપનીઓ પાસેથી અમેરિકી સરકારે કેટલાક ખુલાસા માંગ્યા છે. જો તેના સંતોષકારક જવાબ ન મળે તો બંધ કરવાની ધમકી અપાઈ છે. તેની સામે ચીને વાંધો ઉઠાવતા કહ્યું હતું કે વાત વાતમાં રાષ્ટ્રહિતના નામે અમારી કંપનીઓને વેપાર કરતી અટકાવવી અનુચિત છે. આ ત્રણેય કંપનીઓની સાંઠગાંઠ ચીની સત્તાધારી પાર્ટી સાથે હોવાનો અમેરિકી નિષ્ણાતોનો આક્ષેપ છે. આમેય ચીની કંપનીઓ વિશ્વાસપાત્ર હોતી નથી, માટે અમેરિકાએ એક પછી એક બધી કંપનીઓની તપાસ આદરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33