GSTV
Gujarat Government Advertisement

રૂપાણી સરકાર વરસી : ગુજરાતની 13 મહિલા ધારાસભ્યોને મળશે આટલા કરોડની વધારાની ગ્રાન્ટ, અહીં કરી શકશે ઉપયોગ

Last Updated on March 9, 2021 by

વિશ્વ મહિલા દિવસે ગુજરાત વિધાનસભામાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દ્વારા મહિલા ધારાસભ્યો માટે વિશેષ જાહેરાત  કરવામાં આવી. નીતિન પટેલે જણાવ્યુ હતુ કે, મહિલા ધારાસભ્યના વિસ્તારમાં 1 કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ આપમાં આવશે. જેનો લાભ 13 જેટલા મહિલા ધારાસભ્યોને મળશે. આ ગ્રાન્ટ માર્ગ અને મકાન વિભાગ માટે ફાળવવામાં આવી છે.

રૂપાણી

નીતિન પટેલે વધુમાં કહ્યું કે, ગુજરાતની જનતાની સેવામાં મહિલાઓનું યોગદાન છે અને આરોગ્ય વિભાગમાં, શિક્ષણ વિભાગમાં તથા સચિવાલયમાં કામ કરતી મહિલાઓનો સહયોગ મળે છે ત્યારે કામ થાય છે. જો આ મહિલાઓનો ન હોય તો સેવા ન કરી શકે. બહેનોને મદદરૂપ થવા અમારી સરકારે યોજનાઓ બનાવી છે.

અહીં રૂપાણી સરકાર સામે મહિલાઓએ કર્યો વિરોધ

આંતરરાષ્ટ્રી મહિલા દિવસે રાજ્યભરમાં આશાવર્કર અને આશા ફેસીલીટેટ બહેનો દ્વારા દેખાવો કરવામાં આવ્યો. સુરત  સહિત વડોદરામાં આશાવર્કર અને હેલ્થવર્કરોએ કલેકટર કચેરી પર હાથમાં કાળી પટ્ટી બાંધી દેખાવ કર્યા. સમાન કામ સમાન વેતન તેમજ લઘુત્તમ વેતનની માંગ સાથે આશાવર્કર બહેનોએ તંત્રનો વિરોધ કર્યો. તો આ તરફ સાબરકાંઠામાં પણ ક્લેક્ટર કચેરી ખાતે મહિલાઓએ મોરચો માંડ્યો હતો.. પાલનપુરમાં પણ આરોગ્ય વિભાગની આશાવર્કરોએ વિરોધ કરી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતુ. વિરોધ કરી રહેલી બહેનોનું કહેવું છે કે, અમને સમાન વેતન આપવામાં આવતું નથી.  જેથી રાજ્યભરમાં તેનો વિરોધ કરવામાં આવ્યો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33