Last Updated on March 3, 2021 by
ગુજરાત રાજ્યની મહાનગરપાલિકા,નગરપાલિકા-પંચાયતોની ચૂંટણીમાં ભાજપે શાનદાર દેખાવ કર્યો છે. હવે આગામી વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણીમાં લક્ષ્યાંક મુજબ જીત મેળવવાનો ભાજપનો માર્ગ મોકળો બન્યો છે ત્યારે ખાસ કરીને ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજકીય કદ વધ્યુ છે.
મહાનગરપાલિકા,નગરપાલિકા-પંચાયતોની ચૂંટણીમાં ભાજપે શાનદાર દેખાવ કર્યો
પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં રૂપાણી સરકારની યોજનાનો ભરપૂર પ્રચાર કરાયો હતો. ભાજપ સરકારના પ્રજાલક્ષી નિર્ણય અને વિવિધ યોજના પ્રજા માટે કેટલી ફાયદાકારક છે તે વાત મતદારો સુધી પહોંચાડવામાં ભાજપ મહદઅંશે સફળ રહ્ય્યુ હતું. આ ઉપરાંત કોરોનાકાળમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે કરેલી કામગીરીની પણ મતદારોએ નોંધ લીધી હોય તેવુ ચૂંટણી પરિણામો પરથી સ્પષ્ટ થયુ છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે કરેલી કામગીરીની પણ મતદારોએ નોંધ લીધી
રૂપાણીના શાસનમાં યોજાયેલી વિધાનસભાની આઠેય પેટાચૂંટણીમાં ભાજપનો વિજય વાવટો લહેરાયો હતો. આ ઉપરાંત આઠેય મહાનગરોમાં ય શહેરી મતદારોએ પણ રૂપાણી સરકારની વિકાસલક્ષી કામો પર મતની મહોર મારી હતી.
સરકારની વિકાસલક્ષી કામો પર મતની મહોર મારી
ગ્રામિણ મતદારોએ પણ પંચાયતોની ચૂંટણીમાં રૂપાણી સરકારની વિકાસયાત્રા અવિરતપણે યથાવત રહે તે માટે નિર્ણય કર્યો હતો. આમ,રૂપાણીના શાસનમાં ભાજપનો ચારેકોર વિજય પતાકા લહેરાઇ હતી. વિજય રૂપાણી સમર્થ મુખ્યમંત્રી સાબિત થયા છે ત્યારે ભાજપની કેન્દ્રીય નેતાગીરીની નજરમાં રૂપાણીનુ માન સન્માન જ વધ્યુ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31