Last Updated on April 10, 2021 by
સુરતમાં કોરોનાનો કહેર એટલી હદ સુધી વકરી ગયો છે કે કોરોના ટેસ્ટીંગ સેન્ટર, હોસ્પીટલ સાથે સાથે સુરતના સ્મશાનોમાં પણ હાઉસ ફુલ થઈ રહ્યાં છે. ૨૪ કલાક સ્મશાનોની ભઠ્ઠી ચાલે છે છતા લાશોનો ખડકલો થઇ રહ્યો છે. સારવાર માટે દાખલ થવા વેઇટીંગ ઉપરાંત સ્મશાનમાં અંતિમક્રિયા માટે પણ ત્રણથી પાંચ કલાકનું વેઇટીંગ ચાલીરહ્યું છે. શહેરના ઉમરા સ્થિત રામનાથ ઘેલા સ્મશાન ભૂમિ ખાતે સાંજ સુધીમાં જ ૬૩ મૃતદેહો પહોંચતા સ્થિતિ કફોડી બની હતી. વેઇટીંગના પડેલા મૃતદેહોએ સુરતની ભયાવહ સ્થિતિનો ચિતાર આપ્યો હતો.
સુરતના ઉમરા સ્મશાનગૃહમાં આજે અંતિમક્રિયા માટે મૃતદેહોની લાઇન લાગી ગઇ હતી. ઢગલાબંધ મૃતદેહો વેઇટીંગમાં હતા. સુરતમાં ગંભીર બનેલી મહામારીની આ પરિસ્થિતિનો વિડીયો પણ વાયરલ થયો છે. ઉમરા સ્મશાન ગૃહમાં મૃતદેહની અંતિમ વિધિ માટે ટોકન પ્રથા શરૃ કરવામાં આવી છે. સ્મશાનના સભ્યો કહે છે આ ટોકન પ્રથા કોરોનાના કારણે નહીં પરંતુ થોડા દિવસ પહેલાં એક વેપારનું બોગસ અંતિમ ક્રિયા કરવામાં આવી તેના કારણે ટોકન પ્રથા શરૃ કરવામા આવી છે. તેઓ વધુમાં કહે છે, પહેલાં આ સ્મશાન ભુમીમાં ૨૦થા ૨૨ જેટલા મૃતકોની અંતિમ વિધિ કરવામા ંઆવતી હતી પરંતુ આજે સાંજ સુધીમાં ૬૩ મૃતદેહ આવી ગયાં છે અને તેમને અંતિમ વિધિ માટે ટોકન આપવામા ંઆવ્યા છે હજી પણ મૃતદેહ આવવાનું ચાલુ છે અને મોડી રાત્રી સુધીમાં ૭૦થી વધુના અંતિમ સંસ્કાર થશે.
જ્યારે અશ્વનિકુમાર અને જહાંગીરપુરા સ્મશાનભૂમિમાં પણ અંતિમક્રિયા માટે આવી જ સ્થિતિ જોવા મળી હતી. સુરત મહાનગરપાલિકા અને સરકાર પોઝીટીવ કેસ અને કોરોનાના સત્તાવાર આંકડા જાહેર કરે છે તે અને વાસ્તવિકતા વચ્ચે મોટો તફાવત જોવા મળી રહ્યો છે. કોરોનામાં મોતનો આંકડો ૮-૧૦ અપાઇ રહ્યો છે પણ સ્મશાનોમાં જોવા મળતા દ્રશ્યો સુરતની ગંભીર પરિસ્થિતિનો ચિતાર આપી રહી છે. આજે નવી સિવિલમાંથી ૬૦થી વધુ અને
સુરતમાં કોરોનાની સ્થિતિ વકરવા સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે કોરોનાના કારણે તથા અન્ય કારણોથી થતાં મૃત્યુ બાદ મૃતદેહના અંતિમ સંસ્કાર માટે મુશ્કેલી પડી રહી છે. સુરતના સ્મશાનોમાં ૨૪ કલાક અંતિમ વિધિની કામગીરી થઈ રહી છે છતાં પણ સ્મશાનની બહાર લાશોના ઢગલા જોવા મળી રહ્યાં છે. સિટીના સ્મશાનોમાં સ્થિતિ વિકટ બનતાં હવે સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તરણ બાદ ૨૭ ગામોનો સમાવેશ કરવામા ંઆવ્યો છે તેના સ્મશાનોમાં અંતિમ વિધિ માટે વિચારણા થઈ રહી છે. ડે. મેયરે એક નોંધ મુકી છે જેમાં ગામના અગ્રણીઓ સાથે બેઠક કરીને તે ગામના સ્મશાનમાં અંતિમ વિધિ કરવા માટે આયોજન કરવા જણાવ્યું છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31