Last Updated on April 2, 2021 by
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રા કોરોના પોઝિટીવ થયા છે. તેના કારણે પ્રિયંકાએ પોતાની આસામ યાત્રા રદ કરી નાખી છે. આ બાબતને લઈને એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. પ્રિયંકાએ જણાવ્યુ છે કે, હાલમાં કોરોના પોઝિટીવ આવવાના કારણે મારે આસામ પ્રવાસ રદ કરવો પડ્યો છે. મારો કાલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આગળ લખ્યુ છે કે, પણ ડોક્ટર્સની સલાહ પર હમણા થોડા દિવસ માટે આઈસોલેશનમાં રહીશ. આ અસુવિધા માટે આપ તમામની ક્ષમાપ્રાર્થી છું, હું કોંગ્રેસ વિજયની પ્રાર્થના કરુ છું. અહીં ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ગાંધી વાડ્રા આજે આસામમાં પ્રચાર કરવા માટે જવાના હતા. જ્યારે કાલે તે તમિલનાડૂના શ્રીપેરુમબુદૂર જવાના હતાં.
हाल में कोरोना संक्रमण के संपर्क में आने के चलते मुझे अपना असम दौरा रद्द करना पड़ रहा है। मेरी कल की रिपोर्ट नेगेटिव आई है मगर डॉक्टरों की सलाह पर मैं अगले कुछ दिनों तक आइसोलेशन में रहूँगी। इस असुविधा के लिए मैं आप सभी से क्षमाप्रार्थी हूँ। मैं कांग्रेस विजय की प्रार्थना करती हूँ pic.twitter.com/B1PlDyR8rc
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) April 2, 2021
તો વળી રોબર્ટ વાડ્રાએ ફેસબુક પોસ્ટમાં લખ્યુ હતું કે, દુર્ભાગ્યથી હું કોરોના પોઝિટીવના સંપર્કમાં આવ્યો છું અને સંક્રમિત થયો છું, જો કે મારી એસિમ્ટોમેટિક છું, કોવિડ નિયમો અનુસાર હું અને પ્રિયંકા આઈસોલેશનમાં છીએ. જો કે, પ્રિયંકાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સારી વાત છે કે, હાલ બાળકો અમારી સાથે નથી. ઘરમાં બાકીના મેમ્બરના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા છે.
ભાજપ કાર્યકરની ગાડીમાં ઈવીએમ ઝડપાતા પ્રિયંકાએ સરકારનો કર્યો ઘેરાવ
આસામમાં એક ખાનગી કારમાં ઈવીએમ મળી આવવાનો મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. પ્રિયંકા ગાંધીએ ભાજપ અને કેન્દ્ર સરકાર પર તેને લઈને ઘેરાવ કર્યો છે. પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને લખ્યુ છે કે, દરેક વખતે ખાનગી ગાડીમાં ઈવીએમ મળવાના વીડિયો આવતા હોય છે. તેમાં અમુક વાતો કોમન હોય છે. ખાનગી ગાડિયો ભાજપ ઉમેદવાર અને તેમના સહયોગીઓની જ કેમ હોય છે ? પ્રિયંકાએ લખ્યુ છે કે, ભાજપ પોતાના મીડિયા તંત્રનો ઉપયોગ કરીને લોકો પર આરોપ લગાવતા હોય છે.
Every time there is an election videos of private vehicles caught transporting EVM’s show up. Unsurprisingly they have the following things in common:
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) April 2, 2021
1. The vehicles usually belong to BJP candidates or their associates. ….
1/3 https://t.co/s8W9Oc0UcV
તથ્ય તો એ છે કે, આ પ્રકારની ઘટનાઓ તો સામે આવે છે, પણ કોઈ કાર્યવાહી થતી નથી. ચૂંટણી પંચ આવી ફરિયાદોની સામે નિર્ણાયક રીતે કાર્યવાહી કરીને ઈવીએમ સાથે જોડાયેલા મામલાને લઈને ફેરવિચારણા કરવાની તાતી જરૂર છે. તમામ રાષ્ટ્રીય પાર્ટીઓએ તેને લઈને આ મામલે ધ્યાન આપવાની જરૂર છે.
શું છે સમગ્ર મામલો
મામલો આસામના પથરકંડી વિધાનસભા વિસ્તાર સાથે જોડાયેલો છે. જ્યાં સફેદ રંગની બોલેરો કારમાં ઈવીએમ મળ્યા હતાં. દાવો કરવામાં આવી રહ્યો છે કે, કાર પથરકંડી સીટના ધારાસભ્ય કૃષ્ણેંદુ પોલની છે. કૃષ્ણેદુ ભાજપના ઉમેદવાર પણ છે. કોંગ્રેસ અને AIUDF તેને ગંભીર મામલો ગણાવતા ચૂંટણી પંચ પાસે તેની તપાસ કરાવાની વાત કહી છે.
આસામ કોંગ્રેસના અધ્યક્ષ રિપુન બોરાએ ચૂંટણી પંચને આ મામલા પર તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરી છે. તેમણે ટ્વીટ કરતા કહ્યુ હતું કે, અમને આશા છે કે, ચૂંટણી પંચ આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરશે.ઈવીએમની ખુલ્લી લૂંટ અને ધાંધલી નહીં રોકાય તો, કોંગ્રેસ પાર્ટી ચૂંટણીનો બહિષ્કાર કરવાનું વિચારી રહી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31