Last Updated on March 8, 2021 by
અમદાવાદ શહેરના રીવરફ્રન્ટથી આયેશાના આપઘાતના કિસ્સા બાદ રીવરફ્રન્ટ પર સુરક્ષા વધારવાનો નિર્ણય લેવાયો છે. આ અંગે ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ માહિતી આપી હતી. સાબરમતી રીવરફ્રન્ટ પર હવે થ્રી લેયર સુરક્ષાનો આદેશ અપાયો છે. સાથે જ સ્પીડ બોટથી નદીમાં પેટ્રોલિંગનો પણ આદેશ અપાયો છે. તો સમગ્ર રીવરફ્રન્ટ પર 15 સ્કૂટર, બે ગોલ્ફ કાર્ટ દ્વારા મહિલા પોલીસ પણ પેટ્રોલિંગ કરશે.તો 250 જેટલા સીસીટીવીથી સતત મોનિટરિંગ પણ કરાશે.
આયેશાના આપઘાત બાદ રિવરફ્રન્ટ પર સુરક્ષા કવચ
- આયેશાના આપઘાત બાદ રિવરફ્રન્ટ પર સુરક્ષા કવચ
- સરકારે થ્રિ લેયર સુરક્ષા ને લઈને આપ્યા આદેશ
- સ્પીડ બોટ થી નદીમાં કરાશે પેટ્રોલિંગ.
- 15 સ્કૂટર અને 2 ગોલ્ફ કાર્ટ માં મહિલા પોલીસ કરશે પેટ્રોલિંગ
- રિવરફ્રન્ટ માં નદીમાં 2 વર્ષ માં 31 મહિલાએ કર્યો આપઘાત
સ્પીડ બોટ થી નદીમાં કરાશે પેટ્રોલિંગ
- 250 જેટલા સીસીટીવી કેમેરા સતત મોનીટરીંગ કરશે
- રિવરફ્રન્ટ પર 20 જેટલી પોલીસ ચોકી બનાવાશે
- 13 કિમિ રિવરફ્રન્ટ ના રૂટ પર પોલીસનો રહેશે ચુસ્ત બંદોબસ્ત
ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષમાં સાબરમતી રિવરફ્રન્ટ પરથી આત્મહત્યાના કિસ્સામાં વધારો જોવા મળ્યો છે. થોડાક દિવસ અગાઉ એક પરણિતાએ રીવરફ્ન્ટ પરથી વીડિયો બનાવીને આત્મહત્યા કરી લેતા સમગ્ર દેશમાં આ ઘટનાના પડઘા પડ્યા હતા. સરકારે હવે આ મામલે મહત્વનો નિર્ણય કર્યો છે,
સાબરમતિ રીવરફ્રન્ટ 13 કિલોમીટર લાંબો છે. બીજી તરફ રીવરફ્રન્ટ પર વીસ જેટલી પોલીસ ચોકી બનાવાશે તેવી મહત્વની જાહેરાત રાજ્ય સરકારના ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજા કરી હતી. . ૧૩ કિમીના રીવરફ્રન્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે. મહત્વનુ છે કે રીવરફન્ટ સાબરમતી નદીમાં બે વરસમાં ૩૧ મહિલાઓને આપઘાત કર્યાના બનાવ બન્યા છે.
આયેશા આપઘાત કેસ બાદ અમદાવાદ રિવરફ્રન્ટ પર સુરક્ષાને સઘન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિવરફ્રન્ટ પર 20 જેટલી પોલીસ ચોકીઓ બનાવવામાં આવશે. સ્પીડ બોટથી પેટ્રોલિંગ કરવામાં આવશે. સાથે જ રિવરફ્રન્ટ પર મહિલા પોલીસ પણ પેટ્રોલિંગ કરશે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31