GSTV
Gujarat Government Advertisement

પેટ્રોલિયમ પેદાશોને લાગ્યું મોંઘવારીનું ગ્રહણ, ભાવ વધતા માંગમાં થયો ધરખમ ઘટાડો

Last Updated on March 13, 2021 by

દેશમાં પેટ્રોલિયમ ઉત્પાદનોના વધી રહેલા ભાવના પગલે પેટ્રોલ અને ડીઝલ બંનેની ડિમાન્ડમાં ગાબડું પડ્યું છે. દેશમાં પેટ્રોલિયમ ઉત્પાદનોનો વપરાશ ફેબ્રુઆરીમાં 4.9 ટકા ઘટીને 17.21 મિલિયન ટન થઇ ગયો છે.

પેટ્રોલ પેટ્રોલિયમ

પેટ્રોલ અને ડીઝલના ભાવ રોકેટ ગતિએ વધી રહ્યાં હોય તો સરકારે એ અંગે સ્પષ્ટતા કરવી જરૂરી બને છે, પરંતુ લાગે છે કે સરકાર માટે ભાવવધારો અને પ્રજાની થતી હાલાકી કોઇ મુદ્દો જ નથી રહ્યાં.  દેશમાં છેલ્લા એક મહિનામાં પેટ્રોલ ડીઝલના ભાવમાં બેફામ વધારો થતા પ્રજા બેહાલ બની ગઈ છે. વધતી કિંમતોની અસર એ થઇ કે દેશમાં ઇંધણની ડિમાન્ડ જ ઘટી ગઇ..

પેટ્રોલ

પેટ્રોલિયમ ઉત્પાદનોનો વપરાશ ફેબ્રુઆરીમાં 4.9 ટકા ઘટીને 17.21 મિલિયન ટન થઇ ગયો.. આ પહેલા ક્રૂડ તેલનો સૌથી ઓછો વપરાશ સપ્ટેમ્બર મહિનામાં નોંધાયો હતો..  ડીઝલ દેશમાં સૌથી વધુ વપરાતું બળતણ છે. તેના વપરાશમાં 8.5 ટકાનું ગાબડું પડ્યું છે અને અત્યારે તેનો વપરાશ માસિક 6.55 મિલિયન ટન થઇ ગયો છે. બીજી તરફ પેટ્રોલનો વપરાશ 6.5 ટકા ઘટીને 2.4 મિલિયન ટન થઇ ગયો છે. આ બાજુ રાંધણ ગેસ, કે જેના ભાવમાં પણ બેફામ વધારો નોંધાયો છે, તેનું વેચાણ 7.6 ટકા  વધ્યું છે. 2020માં ભારતની ક્રૂડની માંગમાં 10.54 ટકા ઘટાડો નોંધાયો હતો. દેશમાં ક્રૂડની ડિમાન્ડ 2020માં 44 લાખ બેરેલ પ્રતિ દિન  હતી જે 2019માં 49 લાખ બેરેલ પ્રતિ દિન હતી. જો કે ઓપેકને આશા છે કે ભારતની ડિમાન્ડ 2021માં 13.6 ટકા  જેટલી વધીને આશરે 50 લાખ બેરલ પ્રતિ દિન જેટલી થઇ જશે.

પેટ્રોલ

દેશમાં ઇન્ડસ્ટ્રીઝ ફરીથી શરુ થતા ઓઇલની માંગ વધશે તેવી ગણતરી છે. જો કે કોરોનાના વિવિધ પ્રકારના લોકડાઉનને કારણે હજુ પણ હવાઈ યાત્રાઓની સંખ્યા 10 ટકા  જેટલી ઓછી નોંધાઈ રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33