GSTV
Gujarat Government Advertisement

હેલ્થ ટીપ્સ / શું તમને ખબર છે પાણી કયારે અને કેટલુ પીવું જોઈએ? જાણો પાણી પીવાની સાચી રીત અને સમય

Last Updated on March 9, 2021 by

આપણા શરીરની મુખ્ય જરૂરીયાતમાં પાણી સામેલ છે. શરીરની દરેક કોશિકા માટે પાણી જરૂરી છે. પાણી પાચન, હ્રદય, ફેફસા અને મસ્તિષ્કના કાર્ય માટે મહત્વપૂર્ણ છે. પૂરુષોએ દિવસભરમાં 13 કપ અને મહિલાઓએ 9 કપ પાણી પીવુ જોઈએ. ગર્ભવતી મહિલાઓને હાઈડ્રેટ રહેવા માટે વધુમાં વધુ પાણી પીવુ જોઈએ. પરંતુ, મોટો પ્રશ્ન એ છે કે, દિવસમાં કેટલી વાર પાણી પીવુ જોઈએ અને કેટલું. ચાલો તમને જણાવીએ આ પ્રશ્નનો જવાબ.

ભોજન સાથે પાણી પીવુ ફાયદાકારક

  • એક પ્રચલિત ધારણા છે કે, ભોજન સાથે પાણી બિલ્કુલ ન પીવુ જોઈએ જે પુરી રીતે ખોટુ છે.
  • ભોજન સાથે પાણી પીવાથી પાચન ક્રિયા ફીટ રહે છે.

ખોરાક લેતા પહેલા પીઓ પાણી

  • ખોરાક લેતા પહેલા એક ગ્લાસ પાણી જરૂર પીવુ જોઈએ.
  • ભોજન પહેલા એક કપ પાણી પીવાથી તમારુ પેટ ભરેલુ હોવાનો અહેસાસ થશે. જેથી તમે વધારે ખોરાક લેવાથી બચી શકો છો.

સવારે ઉઠીને પીઓ પાણી

  • સવારે ઉઠીને સૌથી પહેલા 1-2 કપ પાણી પીવુ જોઈએ.
  • રાત્રે સૂતા સમયે તમે પાણી નથી પીતા જેથી, તમે પહેલાથી જ નિર્જલિત રહો છો.

કસરત કરતા પહેલા અને બાદમા પીઓ પાણી

  • કસરત શરૂ કરવા જઈ રહ્યા છો તો બે દિવસ પહોલાથી જ પાણી પીવાનું શરૂ કરી દો.
  • કરસત દરમ્યાન અને બાદમાં પણ ખુદને પુરી રીતે હાઈડ્રેટ રાખો.
  • સવારે જોગિંગ પર જવાના 1 કલાક પહેલા પાણી પીવો.
  • સૂતા પહેલા
  • રાતે સૂતા પહેલા 1-2 ઘૂટ પાણી પીઓ.
  • રાતની સારી ઉંઘ માટે પાણી પીવાની ટેવ સારી છે.

સાંજના સમયે

  • સાંજના સમયે ચા અથવા કૉફી ટાળો અને પાણી પીઓ.
  • કૉફી અથવા ચા જેવા પીણા તમારરી ઉંઘ ખરાબ કરી શકે છે.

read also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 19/11 10:32

Post at 5:02 PM

Post at 4:30