Last Updated on April 6, 2021 by
રફાલ વિમાનોને લઇને ફરી એક નવો વિવાદ સામે આવ્યો છે. ફ્રાન્સના મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત સાથેના રફાલ વિમાન સોદામાં ભ્રષ્ટાચાર થયો છે.
ભારતના મોટા સોદામાં વચેટિયા ફાવી ગયાં
રફાલ વિમાન બનાવતી ફ્રાન્સની કંપની દસોલ્ટે ભારતમાં એક વચેટિયાને એક મિલિયન યૂરો એટલે કે આશરે સાડા નવ કરોડથી વધુ રૂપિયા ગિફ્ટ તરીકે આપવા પડયા હતા. ફ્રાન્સ મીડિયા રિપોર્ટના આ ખુલાસા બાદ ફરી ભારત અને ફ્રાન્સ વચ્ચેના આ સોદાનો વિવાદ ચર્ચામાં આવી ગયો છે.
ફ્રાન્સના પબ્લિકેશન મીડિયાપાર્ટે પોતાના એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે 2016માં જ્યારે ભારત-ફ્રાન્સ વચ્ચે લડાકુ વિમાન રફાલને લઇને સોદો થયો હતો તે બાદ વિમાન બનાવતી કંપનીએ ભારતમાં એક વચેટિયાને મોટી રકમ આપી હતી.
ઓડિટમાં થયો ખુલાસો
વર્ષ 2017માં દસોલ્ટ ગુ્રપના એકાઉન્ટ દ્વારા 508925 યૂરો ગિફ્ટ ટૂ ક્લાયંટ તરીકે અન્યના ખાતામાં ટ્રાન્સફર થયા હતા. ફ્રાન્સની એંટી કરપ્શન એજન્સી એએફએએ રફાલ બનાવતી કંપનીના ખાતાનું ઓડિટ કર્યું ત્યારે આ ખુલાસો થયો હતો. જેને આધાર બનાવીને ફ્રાન્સ મીડિયાએ હવે આ મામલાને ઉઠાવ્યો છે અને તેને લઇને ભારતમાં પણ વિવાદ શરૂ થઇ ગયો છે.
આ વિવાદનો ખુલાસો થયા બાદ રફાલ બનાવતી કંપની દસોલ્ટે પણ પોતાની સ્પષ્ટતા આપતા કહ્યું છે કે આ રકમનો ઉપયોગ રફાલ લડાકુ વિમાનના 50 મોટા મોડલ બનાવવા માટે થયો હતો, જોકે આવુ કોઇ મોડલ તૈયાર જ નહોતુ કરવામાં આવ્યું.
રાજનેતા અને જસ્ટિસ સિસ્ટમની મીલીભગત
ફ્રાંસીસ રિપોર્ટનો દાવો છે કે ઓડિટમાં આ વાત સામે આવ્યા બાદ પણ ફ્રાન્સની એજન્સીઓએ આરોપો અંગે કોઇ જ એક્શન નથી લીધી. જે ફ્રાન્સના રાજનેતાઓ અને જસ્ટિસ સિસ્ટમની મિલીભગતને પણ ઉજાગર કરે છે.
ફ્રાન્સમાં 2018માં એક એજન્સી પીએનએફ દ્વારા પણ આ ડીલમાં ગડબડી થઇ હોવાનો દાવો કરાયો હતો. તે સમયના ઓડિટમા પણ આ વાત સામે આવી હતી. રિપોર્ટમાં દાવો કરાયો છે કે દસોલ્ટ ગુ્રપ દ્વારા આ મોટી રકમ વચેટિયાને ગિફ્ટ તરીકે આપવામાં આવી, જોકે એજન્સીઓના ઓડિટનો કંપની પાસે કોઇ યોગ્ય જવાબ નહોતો.
ભારત સરકારે ફ્રાન્સ સાથે 36 રાફેલની ડીલ કરી હતી
2016માં કેન્દ્રની મોદી સરકારે ફ્રાન્સ પાસેથી 36 રફાલ વિમાન ખરીદવા માટેની ડીલ કરી હતી. જેમાં એક ડઝન જેટલા વિમાન ભારતને મળી ગયા છે. જ્યારે બાકીના વિમાન આગામી વર્ષ સુધીમાં મળી જવાની શક્યતાઓ છે.
કોંગ્રેસે આ ડીલ પર શરૂઆતથી જ સવાલો ઉઠાવ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે અગાઉની ડીલ કરતા વધુ રમક આપી મોદી સરકાર આ સોદો કરવા જઇ રહી છે. જ્યારે હવે ભ્રષ્ટાચાર અને વચેટિયાને કમિશન આપવામાં આવ્યું હોવાના આરોપો થઇ રહ્યા છે ત્યારે કોંગ્રેસે કેન્દ્ર સરકારને ફરી ઘેરી છે.
મોદી સરકાર મૌન તોડે અને દેશને જવાબ આપે
કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે રફાલ સોદામાં થયેલા ભ્રષ્ટાચારના આરોપો મુદ્દે મોદી મૌન તોડે અને દેશને જવાબ આપે. સાથે તેમણે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીએ શરૂઆતથી જ રફાલ સોદાને લઇને જે ખુલાસો કર્યો હતો તે સાચો ઠર્યો છે. જોકે ભાજપે આ આરોપોને નકાર્યા હતા અને પાયા વિહોણા ગણાવ્યા હતા.
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે કેગ રિપોર્ટમાં પણ રફાલ ડીલમાં કોઇ જ ગડબડી સામે નથી આવી, સાથે જ સુપ્રીમ કોર્ટે પણ આ સોદાના આરોપોની તપાસ સોપવાની ના પાડી દીધી હતી. વિપક્ષ કોંગ્રેસે 2019ની લોકસભાની ચૂંટણીમાં આ મામલાને બહુ ચગાવ્યો હતો પણ ખરાબ રીતે ચૂંટણી હારી ગઇ. સાથે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ફ્રાન્સમાં કોર્પોરેટ સ્પર્ધાને કારણે પણ આ રિપોર્ટ સામે આવ્યો હોઇ શકે છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31