GSTV
Gujarat Government Advertisement

અનામત પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો: અનામત કેટેગરીના ઉમેદવારો જો સારા માર્ક્સ સાથે પાસ થાય તો તેમની પસંદગી જનરલ કેટેગરીમાં થઈ શકે

Last Updated on March 7, 2021 by

સુપ્રીમ કોર્ટે શુક્રવારના રોજ એક મહત્વનો ચુકાદો આપ્યો હતો. જેમાં કહેવાયુ છે કે, જો પછાત વર્ગના ઉમેદવાર મેધાવી ઉમેદવારની બરાબર નંબર લાવશે, તો તેમની પસંદગી સામાન્ય વર્ગ અંતર્ગત થશે. જ્યારે અનામત કેટેગરીમાં અન્ય પછાત વર્ગો માટે રહેશે. જેને પ્રવેશ માટે જરૂરી અંકની આવશ્યકતા હોય છે. કોર્ટે આ ચુકાદો સ્ટેટ ઓફ તમિલનાડ વિરુદ્ધ શોભના મામલે આપ્યો હતો.

જસ્ટિસ સંજય કિશન કૌલ, દિનેશ માહેશ્વરી અને ઋષિકેશ રોયની ખંડપીઠે તમિલનાડૂ ગવર્નમેંટ સર્વેંટ એક્ટ, 2016ની કલમ 27 એફથી સંબંધિત અપીલ પર નિર્ણય આપ્યો હતો. મામલામાં અરજીકર્તાએ પોસ્ટ ગ્રેજ્યુએટ આસિસ્ટેંટ અને ફિઝીકલ એજ્યુકેશન ડાયરેક્ટર્સ, ગ્રેડ-1ના પદ પર ભરતી માટે અરજી કરી હતી.

તેમનું કહેવુ હતું કે, પ્રોવિઝનલ લિસ્ટની તપાસ કરતા જાણવા મળ્યુ છે કે, મોસ્ટ બૈકવર્ડ ક્લાસ કોટા અંતર્ગત વર્ગીકૃત અમુક ઉમેદવારોને અનામત છતાં પસંદ કરવામાં આવ્યા હોય. આ ઉમેદવારોને જનરલ વેકેંન્સી અંતર્ગત નથી રાખવામાં આ્યા. પણ એમબીસી કોટામાં નિમણૂંક કરવામાં આવ્યા છે. તેમની પસંદગી સામાન્ય કોટાની જગ્યાએ એમબીસી કોટામાં કરવામાં આવી છે.

શું કહે છે કલમ 27 (F) ?

તેઓએ જણાવ્યું કે, ‘ઉમેદવારોને સામાન્ય શ્રેણીની ખાલી જગ્યાઓમાં રાખવાના હતા અને ત્યાર બાદ આરક્ષિત અનામત વર્ગના ઉમેદવારો પાસેથી બેકલોગ ખાલી જગ્યાઓ ભરવાની હતી. ત્યાર બાદ અંતમાં કોટા અંતર્ગત વર્તમાન ખાલી જગ્યાઓને સમાયોજિત કરવાની હતી. કલમ 27 (F) જણાવે છે કે જો અનામત બેઠકો કોઈ ચોક્કસ વર્ષમાં ના ભરવામાં આવે તો સામાન્ય કેટેગરીમાં રાખવાની જગ્યાએ તે બેઠકો એક વર્ષ માટે આગળ લંબાવી શકાય. જો તેમ છતાં પણ બેઠકો પૂર્ણ નહીં થાય તો એ વર્ષે તેને અન્ય કેટેગરીમાં મૂકવામાં આવે છે. જોગવાઈમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આગામી ભરતીમાં, “પહેલા બેકલોગ ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે અને ત્યાર બાદ સામાન્ય રોટેશનનું પાલન કરવામાં આવશે.”

‘પસંદ કરેલા હોશિયાર ઉમેદવારોને બેકલોગ સાથે કોઇ જ લેવાદેવા નથી’

તમિલનાડુ સરકારે દલીલ કરી હતી કે કલમ 27ની યોગ્યતાના આધારે પસંદગી સાથે કોઈ જ લેવાદેવા નથી અને તે ફક્ત તે તબક્કાના અનામત પદોના મોડ પર જ લાગુ થાય છે.

“જુદા જુદા જૂથો” માટે બે સૂચિઓ અનામત ખાલી જગ્યાઓ માટે બનાવવી જોઈએ, એટલે કે પ્રથમ બેકલોગ સૂચિ અને પછી બીજી વર્તમાન સૂચિ.

પસંદ કરેલા હોશિયાર ઉમેદવારોને સૂચીના આ ભાગ (બેકલોગ) સાથે કોઇ જ લેવાદેવા નથી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કલમ 27 (F) જણાવે છે કે જો અનામત હેઠળ આવતા સમાજના ઉમેદવારોની જરૂરી સંખ્યા ઉપલબ્ધ ન હોય, તો ખાલી પદ કે જેની માટે વર્તમાન વર્ષમાં પસંદગી નથી કરી શકાઇ તેને બેકલોગ માનવામાં આવે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33