Last Updated on April 2, 2021 by
કોરોનાનો રોગચાળો ફરી એકવાર ગુજરાતના ચાર મહાનગરો સહિતના વિસ્તારોને ભરડો લઈ રહ્યો છે ત્યારે કોરોનાના દર્દીઓની સારવાર માટે આપવામાં આવતા રેમડેસિવિર ઇન્જેક્શનનો કંપની સપ્લાય રૂા. 800ની આસપાસના ભાવનો હોવા છતાંય હોલસેલર્સ આ દવા હોસ્પિટલના માધ્યમથી હોસ્પિટલ ચલાવનારાઓને દર્દીઓ પાસેથી ઇન્જેક્શન દીઠ રૂા. 5400 લેવાની વ્યવસ્થા કરી આપીને બેફામ લૂંટ ચલાવવામાં સહયોગ આપી રહ્યા છે.
દર્દીઓ પાસેથી ઇન્જેક્શન દીઠ રૂા. 5400 લેવાની વ્યવસ્થા કરી આપીને બેફામ લૂંટ ચલાવવામાં સહયોગ
કોરોનાના દર્દીઓને ફેંફસામાં ઇન્ફેક્શન વધી જાય ત્યારે અને કોરોનાને કારણે આવતો તાવ અંકુશમાં ન આવે ત્યારે રેમડેસિવિરના ઇન્જેક્શન આપવામાં આવે છે. કોરોના આવ્યો ત્યારથી આ દવા રૂા. 5400ના ભાવે વેચાય છે. મોટાભાગની કંપનીઓએ આ દવા આ જ ભાવે વેચવાનું ચાલુ રાખ્યું છે. થોડા સમય પહેલા ગુજરાતની એક કંપની આ દવા એક યુનિટના રૂા. 900ના ભાવે બજારમાં લઈને આવી હતી. તેમની એમઆરપી રૂા. 900ની જ રાખી હતી. આ કંપની ઓછા ભાવે બજારમાં દવા લઈને આવી તેથી રૂા. 5400ના ભાવે વેચતી આવેલી કંપનીઓના પેટમાં તેલ રેડાયું હતું.
5400ના ભાવે વેચતી આવેલી કંપનીઓના પેટમાં તેલ રેડાયું
પરિણામે કંપનીએ તેની એમ.આર.પી. ઘટાડયા વિના જ તેના હોલસેલર્સને રૂા. 800ના ભાવે ઇન્જેક્શન આપવાની શરૂઆત કરી દીધી છે. પરંતુ તેની એમ.આર.પી. રૂા.5400 ચાલુ રાખી છે. બીજું, આ ઇન્જેક્શન રિટેઇલ કેમિસ્ટ સુધી પહોંચતા જ નથી. પરિણામે હોલસેલર્સ આ ઇન્જેક્શન હોસ્પિટલ્સને સીધો સપ્લાય આપે છે. હોસ્પિટલના દરવાજા સુધી જઈને તેની ડિલીવરી આપે છે.
હોસ્પિટલના દરવાજા સુધી જઈને તેની ડિલીવરી આપે છે
આમ હોલસેલર્સ હોસ્પિટલ્સને દર્દીઓના ખિસ્સા ખંખેરવામાં સાથ આપી રહી છે. બીજી તરફ ગુજરાત સરકાર તેના રાજ્યમાં દરદીઓને સસ્તી અને સારી સારવાર મળે તેવી જહેમત ઉઠાવી રહી છે. પરંતુ તેમ થવાને બદલે હોસ્પિટલ્સ અને હોલસેલર્સની મિલીભગતમાં દર્દીઓ લૂંટાઈજ્ઞા રહ્યા છે. કંપનીઓ પોતાનો બિઝનેસ બચાવવા માટે ભાવ વાજબી સ્તર સુધી ઘટાડવાને બદલે ઊંચા ભાવ રાખીને હોસ્પિટલ્સને લૂંટવાનો માર્ગ મોકળો કરી આપી રહી છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31