GSTV
Gujarat Government Advertisement

ક્યાં સુધી? / રાજકોટમાં ફરી સર્જાઇ રેમડેસિવિર ઇન્જેક્શનની અછત, દર્દીઓના પરિવારજનો હેરાન પરેશાન

Last Updated on April 4, 2021 by

રાજકોટમાં ફરી રેમડેસિવીર ઇન્જેક્શનની અછત સર્જાઇ છે. તંત્ર દ્વારા શુક્રવારે જ રાજકોટને સાડા ત્રણ હજાર જેટલા ઇન્જેક્શન ફાળવવામાં આવ્યાં હતાં. પરંતુ શહેરના મોટા ભાગના મેડિકલ સ્ટોર્સમાં એક જ દિવસમાં ઇન્જેક્શનનો જથ્થો સમાપ્ત થઇ ગયો. રવિવાર હોવાને કારણે દવાની એજન્સીઓ પણ બંધ છે.બીજી તરફ રેમડેસિવીર ઇન્જેક્શન ન મળવાના કારણે દર્દીઓના પરિવારજનોએ ભારે હાલાંકીનો સામનો કરવો પડ્યો.

રાજકોટમાં ફરી સર્જાઈ અછત રેમડેસિવિર ઇન્જેક્શનની,મેડિકલ સ્ટોરમાં એક દિવસમાં ગાયબ થયા રેમડેસિવિર ઇન્જેક્શન, એબિસી મેડિકલ, શિવમ મેડિકલ, દેવ પુષ્પમ મેડિકલ, ગાયત્રી મેડિકલમાં ઇન્જેક્શનનો જથ્થો સમાપ્ત થઇ ગયો. રવિવારના કારણે દવાની એજન્સીઓ બંધ છે. જો કે તમને જણાવી દઇએ કે, રેમડેસિવિર ઇન્જેક્શન નહીં મળવાના કારણે દર્દીઓના પરિવારજનો હેરાન પરેશાન થઇ ગયા હતાં. શુક્રવારના રોજ 3500 ઇન્જેક્શન રાજકોટને ફાળવવામાં આવ્યાં હતાં.

(ફૂડ એન્ડ ડ્રગ કમિશનર એચ.જી. કોશિયા)

ડૉ. જયંતિ રવિના સીધા માર્ગદર્શન હેઠળ સતત મોનીટરીંગ કરાય છે : એચ.જી.કોશીયા

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં દર્દીઓની જરૂરિયાતની સામે રેમડેસિવિર ઈન્જેક્શન નથી મળી રહ્યાં તેવા અનેક વાર સવાલો ઉઠ્યાં છે. ત્યારે રેમડેસિવિર ઇંજેક્શનની અછતને લઇને તંત્રએ આ અંગે અગાઉ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ‘રાજ્યમાં રેમડેસિવિર ઇન્જેક્શનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.’ ફૂડ એન્ડ ડ્રગ કમિશનર એચ.જી.કોશીયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ‘ડે.સીએમ અને આરોગ્ય અગ્રસચિવ ડૉ. જયંતિ રવિના સીધા માર્ગદર્શન હેઠળ દરરોજ સતત મોનીટરીંગ કરવામાં આવે છે. જેમાં રાજ્યના તમામ જિલ્લાઓના દવા બજાર અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં કુલ ૨૮,૧૧૯ ઇન્જેક્શન ઉપલબ્ધ હોવાનો દાવો કરાયો છે.’

નાગરિકો દવા કે સારવાર અંગે ચિંતા ન કરે તેવી એચ.જી. કોશિયાએ કરી હતી અપીલ

ઉલ્લેખનીય છે કે, ગત રોજ ગુરૂવારના પણ ફૂડ એન્ડ ડ્રગ કમિશનર એચ.જી.કોશિયાએ જણાવ્યું હતું કે, ‘રાજ્યમાં રેમડેસિવીર ઇન્જેક્શનનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ગુજરાતમાં હાલની સ્થિતિએ કુલ 32 હજાર 965 ઇન્જેક્શન છે. જે અંતર્ગત તમામ હોસ્પિટલોમાં મળીને કુલ 13 હજાર 860 ઇન્જેક્શન ઉપલબ્ધ છે. આ ઉપરાંત કંપનીના ડેપોમાં હાલમાં ઉપલબ્ધ આશરે 19 હજાર 105 ઇન્જેક્શનનો જથ્થો છે જે જિલ્લાઓમાં વિતરણ થશે. ફૂડ એન્ડ ડ્રગ કમિશનર કોશિયાએ જણાવ્યું કે, રેમડેસિવીર ઉપરાંત કોરોનાની અન્ય જરૂરી દવાઓ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. આથી, રાજ્યના નાગરિકો દવા કે સારવાર અંગે ચિંતા ન કરે તેમ કમિશનર કોશિયાએ અપીલ કરી છે.’

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33