Last Updated on March 21, 2021 by
દેશમાં કોરોના વાયરસની સંક્રમણના વધતાં કેસોની વચ્ચે કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. ગાઈડલાઈનમાં જણાવ્યા અનુસાર યુકે, યુરોપ, મિડિલ ઈસ્ટ, સાઉથ આફ્રિકાથી આવતા મુસાફરોને હવે 7 દિવસ સુધી ઈંસ્ટીટ્યુશનલ અને 7 દિવસ સુધી હોમ કોરન્ટીન રહેવું ફરજિયાત છે.
આ મુસાફરોને કોરન્ટીનથી મળશે રાહત
નવી ગાઈડલાઈન અનુસાર 65 વર્ષથી ઉપરના વ્યક્તિઓ, ગર્ભવતી મહિલાઓ અને પાંચ વર્ષથી નીચેના બાળકોને ઈંસ્ટીટ્યુશનલ કોરન્ટીનમાંથી છૂટ આપવામાં આવી છે. બીએમસીએ તેને લઈને દિશા-નિર્દેશો પણ જાહેર કર્યા છે.
મેડિકલ ઈમરજન્સી
આવા મુસાફરો છૂટનો લાભ લઈ શકે છે. જે ગંભીર બિમારીથી પીડિત હોય, જેને તાત્કાલિક મેડિકલ ઈમરજન્સીની જરૂરિયાત હોય. મેડિકલ ઈમરજન્સીની કેટેગરીમાં તે લોકોને શામેલમાં કરવામાં આવ્યા છે, જેના ઘરમાં પિતા, માતા, ભાઈ, બહેન અથવા અન્ય સભ્યો કોઈ ગંભીર બિમારીથી પીડાતા હોય. અથવા ઘરમાં કોઈનું મૃત્યુ થઈ ગયું. આવા યાત્રિઓને કોવિડનો ડોઝ પુરો કરી લીધો હોય. મેડિકલ પ્રોફેશનલ્સ જે સર્જરી અથવા બીજા જરૂરી કામથી મુંબઈ આવતા હોય તેમને ઈંસ્ટીટ્યુશનલ કોરન્ટીનમાંથી મુક્તિ આપવામાં આવી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31