GSTV
Gujarat Government Advertisement

કોવિડ/ રેમડેસિવીર ઇન્જેક્શન માટે દૂર-દૂરથી લોકો આવ્યા ખરીદવા, ઝાયડસની બહાર આ ‘સંજીવની’ માટે લાગી લાંબી લાઈનો!

Last Updated on April 5, 2021 by

અમદાવાદમાં કોરોનાના કેર વચ્ચે રેમડેસિવીર ઈન્જેક્શનની માગમાં સતત વધારો થયો છે. ત્યારે અમદાવાદમાં આવેલી ઝાયડ્સ હોસ્પિટલમાંરેમડેસિવીર ઈન્જેક્શન લેવા માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે.  અહીં આવતા લોકોને કોરોનાની દવા ગણાતા રેમડેસિવીર ઈન્જેકેશન મળે તે માટે પુરતી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઝાયડસ હોસ્પિટલ દ્વારા બહાર મોંઘા મળતા રેમડેસિવરને માત્ર 900 રૂપિયામાં આપવામાં આવી રહ્યા છે. જેથી અહીં રાજકોટ, સુરત, ભાવનગર, અને રાજસ્થાનથી લોકો ઈન્જેક્શન લેવા માટે આવી રહ્યા છે.

રેમડેસિવરને માત્ર 900 રૂપિયામાં આપવામાં આવી રહ્યા છે

કોરોનાની સારવારમાં ઉપયોગી ઇન્જેક્શન ઝાયડસ હોસ્પિટલમાં રૂપિયા 900માં મળતું હોવાથી દર્દીઓના સગાંઓએ આજે ઝાયડસ બહાર લાંબી લાઇન લગાવી હતી. બહાર રૂ. 2800માં મળતું ઇન્જેક્શન અહીં 900 રૂ.માં મળતું હોવાથી 200થી પણ વધુ લોકોએ કતારમાં જોવા મળ્યા હતા. અહીં ઉભેલા લોકોનું કહેવું હતું કે ઇન્જેક્શન માટે બે કલાકથી પણ વધુનું વેઇટિંગ ચાલી રહ્યું છે.

ઇન્જેક્શન માટે બે કલાકથી પણ વધુનું વેઇટિંગ

ઝાયડસ હોસ્પિટલમાં રેમિડિસવિર ઇન્જેક્શન સસ્તાભાવે મળી રહ્યું હોવાથી દર્દીના સગાંઓ દૂર-દૂરથી આ ઇન્જેક્શન લેવા માટે ઝાયડસ હોસ્પિટલે આવ્યા હતા. આ ઉપરાંત ઘણી હોસ્પિટલો અને આસપાસના વિસ્તારોમાં રેમિડિસવિરનો જથૃથો પૂરતો ન હોવાથી જે દર્દીઓની સિૃથતિ નાજુક છે તેનાં સગાંઓએ પણ ઝાયડસ બહાર લાઇન લગાવી હતી. 

જે દર્દીઓની સિૃથતિ નાજુક છે તેનાં સગાંઓએ પણ ઝાયડસ બહાર લાઇન લગાવી

અહીં ઉભેલા લોકોનું કહેવું છે કે તેઓ એક કલાકથી પણ વધુ સમયથી ઉભા છે અને આશરે બે કલાકના વેઇટિંગ બાદ ઇન્જેક્શનની ખરીદી માટે વારો આવી રહ્યો છે. રેમિડિસવિરની જરૂરિયાત ધરાવતા દર્દીઓના સગાંઓની આટલી લાંબી લાઇન જોઇને શહેરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે કે શહેરમાં અત્યારે કોરોનાની પરિસિૃથતિ કેટલી ગંભીર હશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33