Last Updated on April 9, 2021 by
અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણની સ્થિતિ સતત કાબૂ બહાર જઈ રહી છે.શહેરમાં ગુરૂવારે રેકોર્ડ બ્રેક ૯૫૧ નવા કેસ નોધાયા છે.ઉપરાંત આઠ લોકોના મોત થતા શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને ૭૪૨૭૪ ઉપર પહોંચી ગઈ છે.અમદાવાદમાં ફરી એક વખત ઝડપથી વધતા જતા કોરોનાના કેસને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહેલા મ્યુનિસિપલ વહીવટી તંત્રે રહી રહીને અલગ અલગ વિસ્તારોમાં સોલિડ વેસ્ટ વિભાગની ટીમો મોકલીને લોકોને માસ્ક પહેરવા ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરવી પડી હતી.શહેરમાં એકિટવ કેસની સંખ્યા પણ વધીને ૨૯૪૮ ઉપર પહોંચી જતા કોરોના સંક્રમણની કેટલી ઘાતક અસર થઈ રહી છે એ બાબત બહાર આવવા પામી છે.
ઝડપથી વધી રહ્યો છે કોરોના
અમદાવાદ શહેરમાં માર્ચ-૨૦૨૧થી ઝડપથી કોરોનાના કેસમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે.શહેરમાં માર્ચ મહિનાના અંતભાગથી કોરોનાના સતત આઠ દિવસ સુધી ૬૦૦ થી વધુ કેસ નોંધાયા બાદ બુધવારે શહેરમાં કોરોનાના ૮૦૪ કેસ નોંધાવા પામ્યા હતા.કોરોના પોતે જ પોતાના રેકોર્ડ તોડી રહ્યો હોય એમ ગુરૂવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં કોરોનાના નવા ૯૫૧ કેસ નોંધાવા પામ્યા છે.જે અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે.ગત માર્ચથી શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૭૪૨૭૪ કેસ નોંધાયા છે.શહેરમાં ગુરૂવારે ૪૭૦ દર્દીઓ કોરોના મુકત થતાં અત્યાર સુધીમાં શહેરમાં કુલ મળીને ૬૮૫૧૨ લોકો કોરોના મુકત થયા છે.શહેરમાં ગુરૂવારે વધુ આઠ લોકોના મોત થતાં શહેરમાં અત્યાર સુધીમાં કુલ મળીને ૨૩૩૧ લોકોના મરણ થવા પામ્યા છે.શહેરમાં એકિટવ કેસની સંખ્યા ૨૯૪૮ ઉપર પહોંચી ગઈ છે.
ગુરૂવારે શહેરમાં રાજયના નાયબ મુખ્યમંત્રી દ્વારા કોરોનાની સારવાર માટે ઉપયોગી એવા રેમડેસિવિર ઈન્જેકશન સરળતાથી મળી રહેશે એવી જાહેરાત કરી હોવાછતાં શહેરના અનેક સ્થળોએ ઈન્જેકશન મેળવવા સવારથી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ લોકોને રેમડેસિવિર ઈન્જેકશન ના મળવાથી લોકોને હતાશ થઈ પરત ફરવાની નોબત આવી પડી હતી.
હોસ્પિટલોની આગળ એમબ્યુલન્સની લાંબી લાઈનોનો વિડીયો વાઈરલ થયો
અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણની વચ્ચે સતત કથળતી જતી સ્થિતિની વચ્ચે શહેરની જુદી-જુદી હોસ્પિટલોની આગળ કોરોનાના પેશન્ટોને લઈ આવતી એમબ્યુલન્સનો ડરાવી નાંખે એવો વિડીયો સોશિયલ મિડીયામાં વાઈરલ થવા પામ્યો છે.આ વિડીયો શહેરની ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલનો હોવાનું ખુલવા પામ્યુ છે.જેમાં પેશન્ટને લઈ આવ્યા બાદ કયાં અને કેવી રીતે દાખલ કરવો એ બતાવવામાં આવ્યું છે.આ કથિત વિડિયો જ અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિ કેટલી હદે કથળી રહી છે.એ દર્શાવે છે.
આયુર્વેદિક-હોમિયોપેથિક દવાઓની માંગમાં વધારો
સતત વધી રહેલા કોરોના સંક્રમણની સ્થિતિમાં શહેરીજનો ઈમ્યુનિટી વધારવા હવે આયુર્વેદિક ઉકાળા અને દવાઓ તરફ વળતા સોલા સિવિલ હોસ્પિટલમાં ત્રણ લાખ પેકેટો તૈયાર કરવામાં આવ્યા છે.આરસેનિક આલ્બમ નામની હોમિયોપેથિક દવાની માંગ વધી હોવાનું હોસ્પિટલ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
શહેરમાં કોરોના ટેસ્ટિંગ માટેની કીટ પણ ખુટી પડી
અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણની વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં શરૂ કરવામાં આવેલા રેપીડ એન્ટિજન ટેસ્ટ માટેના ડોમ આગળ લોકો વહેલી સવારથી જ ટેસ્ટ કરાવવા લાઈનમાં ઉભા રહી જાય છે.શહેરના વસ્ત્રાપુર ઉપરાંત સોલા સહિતના અન્ય વિસ્તારોમાં તો લોકોની દોઢથી બે કિલોમીટર સુધીની લાંબી લાઈન લાગેલી જોવા મળી હતી.કેટલાક ડોમમાં તો રેપીડ એન્ટિજન ટેસ્ટ માટેની કીટ ખુટી પડતા ટેસ્ટ કરાવવા આવેલા લોકોને ધરમધકકો પડયો હતો.
એસ.વી.પી. હોસ્પિટલમાંથી રેમડેસીવીર ઈન્જેકશન મેળવી શકાશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની એસ.વી.પી.હોસ્પિટલ ખાતેથી રેમડેસીવીર ઈન્જેકશન આપવાની શરૂઆત કરવામાં આવી છે.મ્યુનિ.દ્વારા આ માટે ગોઠવવામાં આવેલી વ્યવસ્થા મુજબ,હોસ્પિટલના લેટરહેડ ઉપર દર્દીની વિગત,કોવિડ રીપોર્ટ સહિતની વિગતો સાથે જે તે હોસ્પિટલના કર્મચારી કે પ્રતિનિધીએ રૂબરુ ઈન્જેકશન મેળવવાના રહેશે.મ્યુનિ.તરફથી કોવિડ ડેઝિગ્નેટેડ જાહેર કરવામાં આવેલી હોસ્પિટલો માટે ઈન્જેકશન મેળવવા માટે સવારના નવથી રાતના નવ સુધીનો સમય નકકી કરવામાં આવ્યો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31