GSTV
Gujarat Government Advertisement

આમ આદમીને ઝટકો/ લોનની EMI પર વધુ રાહત નહીં, RBIએ રેપો રેટ યથાવત રાખ્યો

rbi

Last Updated on April 7, 2021 by

ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મૌદ્રિક નીતિ સમિતિ (MPC)ની ત્રણ દિવસની બેઠક આજે એટલે કે બુધવારે પૂર્ણ થઇ. ભારતીય રિઝર્વ બેંકે વ્યાજ દરોમાં કોઇ બદલાવ નથી કર્યો. તેના કારણે લોનની EMI પર રાહત નહીં મળે. RBIએ રેપો રેટને 4 ટકા પર યથાવત રાખ્યો છે. આજે સવારે 10 વાગ્યે રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે આ બેઠકના પરિણામોની ઘોષણા કરી. જણાવી દઇએ કે MPCની ત્રણ દિવસની બેઠક 5 એપ્રિલથી શરૂ થઇ હતી.

શક્તિકાંત દાસે કહ્યું કે કોરોનાનો પ્રસાર વધવા છતાં ઇકોનોમીમાં સુધાર થઇ રહ્યો છે. જો કે તાજેતરમાં જ જે પ્રકારે કેસ વધી રહ્યાં છે, તેનાથી થોડી અનિશ્વિતતા વધી છે. પરંતુ ભારત પડકારોનો સામનો કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે ફેબ્રુઆરીમાં રિટેલ મોંઘવારી 5 ટકાની ઉંચાઇ પર રહ્યા છતાં રિઝર્વ બેંકની સુવિધાજનક સીમાના દાયરામાં છે.

રિઝર્વ બેંકે રિવર્સ રેપો રેટને પણ 3.35 ટકા પર યથાવત રાખ્યો છે. રેપો રેટ તે દર હોય છે જેના પર બેંકોને રિઝર્વ બેંક પાસેથી ઉધાર મળે છે, જ્યારે રિવર્સ રેપો રેટ તે દર હોય છે જેના પર રિઝર્વ બેંક પોતાની પાસે બેંકો દ્વારા પૈસા જમા કરવા પર બેંકોને વ્યાજ આપે છે.

gdp

આ છે જીડીપીનું અંદાજ

કોરોનાના કેસ વધવા છતાં રિઝર્વ બેંકે આ નાણાકીય વર્ષ એટલે કે 2021-22 માટે જીડીપી ગ્રોથના અંદાજને પણ 10.5 ટકા પર યથાવત રાખ્યો છે. એમપીસીએ ગત એલાનમાં પણ જીડીપીનો આ જ અંદાજ જારી કર્યો હતો.

rbi

અગાઉ પણ ન થયો હતો કોઇ બદલાવ

જણાવી દઇએ કે તેની પહેલા પણ RBI ગવર્નર શક્તિકાંત દાસે 5 ફેબ્રુઆરીએ આયોજિત દ્વિમાસિક મૌદ્રિક નીતિ સમીક્ષામાં નાતિગત દરોમાં કોઇ બદલાવ કર્યો ન હતો અને રેપો રેટ 4 ટકા પર યથાવત રાખ્યો હતો.

ટકા

મોંઘવારી આસમાને

તાજેતરમાં મોંઘવારી ઘણી વધી છે. કોરોનાની બીજી લહેરે ચિંતા વધારી દીધી છે અને તેના કારણે ફરી એકવાર ઇકોનોમી માટે જોખમ વધ્યુ છે. આ જ કારણે લોકો રાહ જોઇ રહ્યાં હતાં કે રિઝર્વ બેંક જીડીપીના અનુમાનમાં કોઇ બદલાવ કરે છે કે નહીં. જો કે રિટેલ મોંઘવારી હાલ રિઝર્વ બેંકના સુવિધાજનક સ્તર 4 ટકા (2 ટકા ઉપર કે નીચે)થી વધુ બહાર નથી. તેમ છતાં જાણકારોનું કહેવું છે કે રિઝર્વ બેંક હવે વ્યાજ દરમાં બદલાવ માટે કોઇ મોકાની રાહ જોશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33