GSTV
Gujarat Government Advertisement

તમારા કામનું/ રેશન કાર્ડને લગતી હોય કોઇ સમસ્યા કે પછી રેશન ડીલર કોઇ આનાકાની કરે આ નંબર પર કરો ફરિયાદ, તરત આવશે નિવારણ

રેશન

Last Updated on March 4, 2021 by

રેશનકાર્ડ એ એક સરકારી દસ્તાવેજ છે કે જેના દ્વારા ઘઉં, ચોખા વગેરે સરકારી વિતરણ પ્રણાલી હેઠળ બજાર કિંમત કરતા ઓછા ભાવે વાજબી ભાવોની દુકાનમાંથી ખરીદી શકાય છે. પરંતુ ખાદ્યાન્ન વિતરણને લઇને અવારનવાર ફરિયાદો આવી રહી છે. તેવું ઘણીવાર જોવા મળે છે કે રેશન ડીલરો પોતાનો ક્વોટા અનાજ આપવા બાબતે કાર્ડ ધારકો સાથે આનાકાની કરે છે જો તમને આવી કોઈ સમસ્યા આવી રહી છે તો તમે ટોલ ફ્રી નંબર ઉપર ફરિયાદ કરી શકો છો.

આ વેબસાઇટ પર કરી શકો છો ફરિયાદ

રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા પોર્ટલ (એનએફએસએ) પર દરેક રાજ્ય માટે અલગ અલગ ટોલ-ફ્રી નંબર આપવામાં આવ્યા છે. જો તમે ઇચ્છો, તો તમે એનએફએસએ વેબસાઇટ https://nfsa.gov.in પર જઈ શકો છો. આ વેબસાઇટ પર મેઇલ દ્વારા અને ફોન નંબર દ્વારા ફરિયાદ કરી શકાય છે. દરેક રાજ્યમાં અલગ અલગ ટોલ-ફ્રી નંબર હોય છે. જણાવી દઇએ કે રેશનકાર્ડ બનાવવાની પદ્ધતિ પણ દરેક રાજ્યમાં અલગ છે.

રેશન

ભ્રષ્ટાચાર ઓછો કરવા અને અનાજનું વિતરણ સુનિશ્ચિત કરવા માટે સરકારે ફરિયાદ હેલ્પલાઈન નંબર જારી કર્યા છે જેથી સબસિડીવાળુ રાશન ગરીબો સુધી પહોંચી શકે. કેન્દ્ર સરકાર ગરીબ લોકો માટે અનાજના સંગ્રહમાં સામેલ રાશન ડીલરો સાથે અસરકારક રીતે વ્યવહાર કરવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે. જો રેશનકાર્ડ ધારક તેમનો અન્નનો ક્વોટા મેળવતો નથી, તો તેઓ ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર પર કૉલ કરી શકે છે અને તેમની ફરિયાદ નોંધાવી શકે છે.

અહીં જુઓ રાજ્ય મુજબની ફરિયાદ હેલ્પલાઇન નંબરની લિસ્ટ

આંધ્રપ્રદેશ – 1800-425-2977

અરુણાચલ પ્રદેશ – 03602244290

આસામ – 1800-345-3611

બિહાર – 1800-3456-194

છત્તીસગ – – 1800-233-3663

ગોવા – 1800-233-0022

ગુજરાત – 1800-233-5500

રેશન

હરિયાણા – 1800–180–2087

હિમાચલ પ્રદેશ – 1800–180–8026

ઝારખંડ – 1800-345-6598, 1800-212-5512

કર્ણાટક – 1800-425-9339

કેરળ – 1800-425-1550

મધ્યપ્રદેશ – 181

મહારાષ્ટ્ર – 1800-22-4950

મણિપુર – 1800-345-3821

મેઘાલય – 1800-345-3670

મિઝોરમ – 1860-222-222-789, 1800-345-3891

નાગાલેન્ડ – 1800-345-3704, 1800-345-3705

ઓડિશા – 1800-345-6724 / 6760

પંજાબ – 1800-3006-1313

રાજસ્થાન – 1800-180-6127

સિક્કિમ – 1800-345-3236

તમિલનાડુ – 1800-425-5901

તેલંગાણા – 1800-4250-0333

રેશન

ત્રિપુરા – 1800-345-3665

ઉત્તર પ્રદેશ – 1800-180-0150

ઉત્તરાખંડ – 1800-180-2000, 1800-180-4188

પશ્ચિમ બંગાળ – 1800-345-5505

દિલ્હી – 1800-110-841

જમ્મુ – 1800-180-7106

કાશ્મીર – 1800–180-7011

આંદામાન અને નિકોબાર આઇલેન્ડ્સ – 1800-343-3197

ચંદીગ – – 1800–180–2068

દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ – 1800-233-4004

લક્ષદ્વીપ – 1800-425-3186

પુડુચેરી – 1800-425-1082

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33