Last Updated on April 3, 2021 by
અમદાવાદ શહેરમાં વધુ એક ગેંગ રેપની ઘટના સામે આવી છે. રિક્ષાની રાહ જોઈ રહેલ સગીરાને એક રિક્ષા ચાલક એ મદદ કરવાના બહાને લઈ ગયો અને બાદ માં એક પછી એક ચાર નરાધમો એ તેની મજબૂરીનો લાભ ઉઠાવ્યો. જો કે ચોંકાવનારી બાબત તો એ છે કે સગીરાના સાવકા પિતા એ પણ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોવાનો ખુલાસો થયો છે.
રુંવાડા ઉભા કરી દે તેવી ઘટના
શહેરના ઈસનપુર પોલીસ સમક્ષ એક સગીરા એ કરેલ આપવીતી અનેક લોકોના રૂંવાડા ઊભા કરી દે તેવી છે. સગીરાની માતા એ બીજા લગ્ન કરી ચાંગોદર ખાતે રહેતી હતી. માતાને મળવા માટે સગીરા ઈસનપુરથી ચાંગોદર જવા માટે રિક્ષાની રાહ જોઈ રહી હતી. જ્યાં એક રિક્ષા ચાલક તેને નારોલ સુધી લઈ ગયો હતો. બાદમાં કે નારોલથી ચાંગોદર જવા માટે રિક્ષાની રાહ જોઈ રહી હતી, તે દરમિયાન રવિ નામનો રિક્ષાચાલક તેને મળ્યો હતો અને રવિએ તેને લગ્નની લાલચ આપીને તેના મિત્ર હસમુખને ત્યાં લાભ લેવા માટે લઈ ગયો હતો. જોકે આ દરમિયાન રવિએ તેની સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો.
એક પછી એક એમ ચાર નરાધમોએ પીંખી નાખી
રવિ સાથેના શારીરિક સંબંધોની જાણ અન્ય લોકોને કરી દેવાની ધમકી આપીને હસમુખ એ પણ આ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. જોકે હસમુખ તેની પત્ની સાથે રહેતો હોવાથી સગીરાને તેની માતાને ત્યાં પીપળજ ગામ એ રાખી હતી. જ્યાં સગીરાના શારીરિક સંબંધોની જાણ હસમુખના ભાઈ દશરથ અને સેંધિયા એ તેને ધમકી આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. જોકે બાદમાં આરોપીઓએ કિશોરીને જન્મનું પ્રમાણપત્ર લેવા માટે તેના ઘરે મોકલતા તેના પિતાએ આટલા દિવસ સગીરા ક્યા હતી તે અંગે પૂછપરછ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
સાવકા પિતાએ પણ કેટલીય વાર શિકાર બનાવી
બાદમાં સગીરાની માતાને જાણ કરીને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જોકે પોલીસે સમક્ષ સગીરાએ પણ વાતનો ખુલાસો કર્યો હતો કે, જ્યારે તેને ગર્ભવતી માતાની સાર સંભાળ લેવા માટે તેના સાવકા પિતાને ત્યાં ગઈ હતી, ત્યારે સાવકા પિતા પણ તેની સાથે શારીરિક સંબંધ બાંધતા હતા. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે સગીરાના સાવકા પિતા સહિત પાંચ આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને પાંચેય આરોપીઓને હસ્તગત કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31