Last Updated on March 9, 2021 by
કોવિડની વેક્સિન ભલે આવી ગઈ અને લોકો તેને લગાવવાનું શરુ પણ કર્યુ છે. પરંતુ તેનો ખતરો ઓછો થયો નથી. ઘણા સેલેબ્સ પણ આ રોગથી બચી શક્યા નથી. જેમ કે અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન નીતૂ કપુર, અર્જુન કપુર , વરુણ ધવન અને હવે હાલમાં એ ખબર આવી રહી છે કે, રણબીર કપૂર પણ કોવિડ પોઝિટિવ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રણબીર હાલ ક્વોરંટાઈન છે અને આરામ કરી રહ્યો છે.
રણબીરના અંકલ રણધીર કપૂરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે હા પાડી અને પછી કહ્યું કે રણબીરની તબિયત સારી નથી, પરંતુ કોરોના છે કે નહિ તે હાલ સ્પષ્ટ થયુ નથી. હું હાલમાં શહેરની બહાર છું.
હાલમાં જ કિડની દાન કરવાનો લીધો હતો સંકલ્પ
11 માર્ચે મનાવામાં આવતા વિશ્વ કિડની દિવસના પ્રસંગે બ્રહ્માસ્ત્રના ડિરેકટર અયાન મુખર્જીથી લઈને રણબીર કપૂર અને અમિતાભ બચ્ચન સુઘી તમામે પોતાની કિડની દાન કરવાનો સંકલ્પ લીધો. આલિયા ભટ્ટે પણ તેનું સમર્થન કર્યુ. ટીમે આ વચન એક NGO તરફથી આયોજીત એક કાર્યક્રમમાં લીઘુ હતું.
આલિયા સાથેના લગ્નની પણ ચર્ચા
જણાવી દઈએ કે, કેટલાક દિવસો પહેલા આલિયા સાથે લગ્નના પ્લાન વિશે રણબીરે જણાવ્યુ હતું કે, જો આપણા જીવનમાં આ મહામારી ન આવી હોત તો અત્યારસુધીમાં લગ્ન થઈ ચૂક્યા હોત. હું મારા જીવનમાં આ લક્ષ્ય પર જલ્દી ટિકમાર્ક કરવા ઈચ્છુ છું.
તો આલિયા સાથે લગ્નને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેણે કહ્યુ કે, મારા લગ્ન કયારે થશે? બધા લોકો આ સવાલ કેમ પૂછી રહ્યા છે. તમે જાણો છો તો મારી ઉંમર 27 વર્ષની છે. અને મને લાગે છે કે અત્યારે લગ્ન કરવા એ જલ્દી થઈ જશે. તેણીએ કહ્યુ કે, તે એક અમુર ઉંમર પછી લગ્ન કરશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31