Last Updated on March 13, 2021 by
રાજકોટમાં રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ નિખિલેશ્વરાનંદ સ્વામી સહિત 10 સન્યાસી અને પાંચ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. આશ્રમનો મુખ્ય દરવાજો બંધ કરવામાં આવ્યા હતો. તમામ પ્રવૃત્તિઓ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી છે. મંદિર સાથે જોડાયેલા અનુયાયીઓને ટેસ્ટીંગ કરાવવા માટે રામકૃષ્ણ આશ્રમના સંચાલકોએ અપીલ કરી હતી. દરેકને સોશિયલ ડીસ્ટન્સ, માસ્ક પહેરવા અને વિનામૂલ્યે ટેસ્ટ કરાવવા અપીલ કરવામાં આવી હતી.
સીટીસ્કેનમાં સ્વામી અદિભાવાનંદજી કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું
આશ્રમના 83 વર્ષના સ્વામી અદિભાવાનંદજી છેલ્લા ઘણા વર્ષોથી ડાયાબિટીસ અને અન્ય બીમારીની સારવાર લઈ રહ્યા છે. ત્રણ દિવસ પહેલાં તેમને ખૂબ જ નબળાઈ અનુભવતા ડોક્ટરની સલાહ અનુસાર કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જે ત્યારે નેગેટિવ આવ્યો હતો. ફરીથી ડોક્ટરની સલાહ પ્રમાણે ગઈકાલે તેમને જાણીતી હોસ્પિટલમાં સંપૂર્ણ બોડી ચેકઅપ માટે લઈ જવાયા હતા. ત્યારે સીટીસ્કેન દરમિયાન તેમને કોરોના પોઝિટિવ અને ન્યૂમોનિયા જણાયા હતા.
કોરોનાની ત્રીજી લહેર ઘાતક હશે
વકરતા કોરોનાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. સિવિલના એડીશનલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષીએ મોટું નિવેદન આપ્યુ છે. તેઓએ કહ્યું હતું કે બેદરકારી રાખશો તો કોરોનાની ત્રીજી લહેર ઘાતક રહેશે. કોરોનાનું હોટ સ્પોટ બની ચૂકેલા અમદાવાદની સ્થિતિ વણસી છે. રાજ્યમાં કોરોના કેસોમાં સતત વધારો થયો છે. રાજ્યમાં એક દિવસમાં 715 કેસો નોંધાયા છે. કોર્પોરેશનની હોસ્પિટલમાં 119 જેટલા કેસો નોંધાયા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં 80 કેસ તેમજ સિવિલ હોસ્પિટલમાં 76 કેસો નોંધાયા છે. શહેરમાં 49 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન આવેલા છે. વેક્સિન બાદ પણ માસ્ક સહીત ગાઇડ લાઈનનું પાલન કરવા ડોક્ટરે અપીલ કરી.
અન્ય નવ સ્વામીજીનો તથા પાંચ કર્મચારીઓનો કોરોના પોઝિટિવ, ભક્તોમાં ફફડાટ
જેમાં રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ સ્વામીશ્રી નિખિલેશ્વરાનંદજી તથા અન્ય નવ સ્વામીજીનો તથા પાંચ કર્મચારીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા એટલે કે કોરોના સંક્રમિત થયાનું નિદાન થતાં ભક્તોમાં ચિંતાની લાગણી પ્રસરી છે. આ અંગે આશ્રમના અધ્યક્ષ જણાવ્યું કે તમામની સારવાર શરૂ થઈ ગઈ છે અને આશ્રમના મુખ્ય દ્વાર બંધ કરી દેવામાં આવેલ છે. જેની ભક્તોને નોંધ લેવા જણાવ્યું છે તેમ જ હેલ્થ બાબતે આશ્રમ દ્વારા માહિતી સમય આંતરે જારી કરાતી રહેશે. તેથી ચિંતિત થઈને કોઈએ ફોન નહીં કરવા પણ અપીલ કરી છે.
સ્વામી નિખિલેશ્વરાનંદ જીએ સમગ્ર લોકોને એવી ભારપૂર્વક અપીલ કરી છે કે જરાપણ લક્ષણો જણાય તો તુરંત જ મહાપાલિકાના સેન્ટરોમાં કોરોના ટેસ્ટ કરાવી લેવો ખૂબ જ હિતાવહ છે કારણકે કોરોના હજુ ગયો નથી.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31