Last Updated on April 5, 2021 by
ગત રોજ બોલિવુડ અભિનેતા અક્ષયકુમારનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. બીજી તરફ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે જેમાં રામસેતુના સેટ પર જીવલેણ કોરોના વાયરસનો કહેર તૂટ્યો છે, જુનિયર આર્ટીસ્ટસ્ટ એશોસિએશનના 45 લોકોનો રિપોર્ટ પોઝિટીવ આવતા ખળભળાટ મચ્યો છે.
ફિલ્મની શૂટિંગ 13-14 દિવસ માટે પોસ્ટપોન
અક્ષય સહિત 45 જૂનિયર આર્ટિસ્ટના રિપોર્ટ કોવિડ-19 પોઝિટિવ આવ્યા બાદ હવે સોમવારે થનારી શૂટિંગ ટાળવામાં આવી છે. એક અહેવાલ અનુસાર હવે ફિલ્મની શૂટિંગ 13-14 દિવસ બાદ શરૂ થશે. અક્ષય કુમાર કોરોના પોઝિટિવ આવ્યા પહેલા મડ આઈલેન્ડમાં રામ સેતુની શૂટિંગ કરી રહ્યા હતા. તેનામાં ટેસ્ટ પહેલા કોઈ લક્ષણ જોવા મળ્યા નહોતા અને તે બિલ્કુલ ફિટ હતો.
રામ સેતુ
બોલિવુડ અભિનેતા અક્ષય કુમાર ઈન્ડસ્ટ્રીઝનો સૌથી વ્યસ્ત કલાકારમાંનો એક છે. વર્ષ 2020માં લાગેલા લોકડાઉન હટ્યા પછી અક્ષય સતત શૂટીંગ કરી રહ્યા છે. જોકે હાલ તેઓ વાયરસની ઝપેટમાં આવ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જણાવ્યું કે તેઓ હોમ ક્વોરન્ટાઈન છે. અને મેડીકેશન પર ધ્યાન આપી રહ્યા છે. તેમણે લખ્યું છેકે હું તમામ લોકોને જણાવવા માંગું છું કે આજે સવારે મારો ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. તમામ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને આઈસોલેશનમાં છું. બીજીતરફ મારા સંપર્કમાં આવનાર તમામ લોકો પોતાનો ટેસ્ટ કરાવે તેવી વિનંતી છે.
રિપોર્ટ મુજબ સોમવારે 5 એપ્રિલના રોજ 100 લોકોએ રામસેતુના સેટ પર કામ શરૂ કરવાના હતા. આ તમામ મડ આઇલેન્ડમાં ફિલ્મના સેટ પર જોઈન કરવાના હતા. પરંતુ ફિલ્મ જોઈન કરતા પહેલા જ કોરોના ટેસ્ટ રિપોર્ટમાં 45 જુનિયર આર્ટિસ્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. ત્યારબાદ, તે તમામને કોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે.
ફેસરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયન સીને એમ્પ્લોઇઝ (FWICE)ન અજાનરલ સેક્રેટરી અશોક ડૂબેએ કહ્યું છે કે રામ સેતુની ટીમ પુરેપુરી તકેદારી લઇ રહી છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે જુનિયર આર્ટિસ્ટ એસોસિયેશનના 45 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. આ તમામને કોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31