Last Updated on April 3, 2021 by
ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી કૃષિ કાયદા મુદ્દે ફરી એક વખત ભાજપ સરકારને આડેહાથ લીધી હતી. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓને કારણે ખેડૂતો પાયમાલ થઇ જશે.
રાકેશ ટિકૈત કૃષિ કાયદાઓના વિરોધને લઇને ગુજરાત આવી રહ્યા છે. ત્યારે સરકાર ખેડૂત આગેવાનોને રોકવાનો પ્રયાસ ન કરે. બીજી તરફ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે ગુજરાતના ખેડૂતો મોંઘુ બિયારણ, ખાતર અને વીજળીની સમસ્યાઓથી ત્રસ્ત છે. જેને રાકેશ ટિકૈત વાચા આપશે. પરંતુ જો સરકાર રાકેશ ટિકૈતનો અવાજ દબાવવાનો પ્રયાસ કરશે તો ગામડાઓના લોકો તેનો જવાબ આપશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31