Last Updated on April 4, 2021 by
બે દિવસ ગુજરાતની મુલાકાતે આવેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ઊંઝામાં પાટીદારોના કુળદેવી ઉમિયા માતાના દર્શન કર્યાં. મંદિરમાં તેઓએ પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. તો વળી મંદિરના હોદ્દેદારો દ્વારા રાકેશ ટિકૈતનું પરંપરાગત સ્વાગત પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે રાકેશ ટિકૈત સાથે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ હાજર રહ્યાં હતાં. આ દરમ્યાન ટિકૈતે કહ્યું હતું કે, ‘ગુજરાતના ખેડૂતો ડરેલા છે. પરંતુ એક મહિનામાં ગુજરાતના ખેડૂતો પણ રસ્તા પર ઉતરી આવશે.’
ઉલ્લેખનીય છે કે, આજથી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવેલા ખેડૂત આગેવાને સૌ પ્રથમ અંબાજી મંદિરમાં શિશ ઝુકાવ્યું હતું. રાકેશ ટિકૈત વહેલી સવારે જ ટ્રેન મારફતે આબુ રોડ પહોંચ્યા હતાં અને ત્યાંથી તેઓ રાજસ્થાનની છાપરી બોર્ડર થઈને ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો. છાપરી બોર્ડર પર રાકેશ ટિકૈતનું ગુજરાતના ખેડૂત આગેવાનોએ પ્રતિકાત્મક હળ આપીને સ્વાગત કર્યું હતું.
જ્યાર બાદ તેઓનું સર્કિટ હાઉસ ખાતે શંકરસિંહ વાઘેલાએ તેમનું સ્વાગત કર્યું હતું. જ્યાર બાદ શંકરસિંહ વાઘેલા, રાકેશ ટિકૈત અને અન્ય ખેડૂત આગેવાનો અંબાજી મંદિરે પહોંચી દર્શન કર્યા હતાં.
Also Read:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31