Last Updated on March 16, 2021 by
રાજધાની દિલ્હીની સરહદો પર છેલ્લા ત્રણ મહિના કરતા પણ વધારે સમયથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. હવે ખેડૂત નેતાઓ દેશના અલગ અલગ રાજ્યોનો પ્રવાસ કરી રહ્યા છે અને ખેડૂત આંદોલન માટે સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે ફરીથી દિલ્હીની સરહદો પર કંઇક નવાજૂની થવાના એંધાણ જોવા મળ્યા છે.
ચિલ્લા બોર્ડર ઉપર પણ ગાજીપુર બોર્ડરની માફક આંદોલન શરુ કરીશું
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે આ માટેના સંકેતો આપ્યા છે. રાકેશ ટિકૈતે જણાવ્યું કે 26 માર્ચના રોજ ભારત બંધ થશે અને ત્યારે નોએડા અને દિલ્હીને જોડતી ચિલ્લા બોર્ડર પણ બંધ કરાવવામાં આવશે. આ જગ્યા પર આંદોલનને વધારે ઉગ્ર બનાવવામાં આવશે. સાથે જ રાકેશ ટિકૈતે કહ્યું કે જો જરુર પડી તો અને ચિલ્લા બોર્ડર ઉપર પણ ગાજીપુર બોર્ડરની માફક આંદોલન શરુ કરીશું.
નોએડાના જે સ્થાનિક લોકો છે તેમને રોજગાર નથી મળતો
એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું કે નોએડાના જે સ્થાનિક લોકો છે તેમને રોજગાર નથી મળતો. જે ઉદ્યોગો છે તેમાં સ્થાનિક યુવાનો અને લોકોને કામ નથી અપાતું. જે લોકોની જમીન ગઇ છે તેમને પણ નોકરી નથી મળતી. ખાસ કરીને નોએડામાં આવી સ્થિતિ છે. જો આવું જ રહેશે તો આ લોકો ક્યાં જશે?
ફેક્ટરીના માલિકો જાતિવાદ ફેલાવી રહ્યા છે
તેમણે આગળ કહ્યું કે અમે જાતિવાદ નથી ફેલાવી રહ્યા પરંતુ ફેક્ટરીના માલિકો જાતિવાદ ફેલાવી રહ્યા છે. ગુજરાતમાં મીઠુ પકવતા ખેડૂતો પાયમાલ થયા છે તેઓ બંધનમાં છે. ગુજરાતના મીઠાના ખેડૂતોને આઝાદી અપાવવા માટે અમે ત્યાં પણ જઇશું. રાકેશ ટિકૈતે આવતા મહિને એટલે કે એપ્રિલમાં ગુજરાત આવવાની માહિતિ આપી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31