GSTV
Gujarat Government Advertisement

કંઇક નવા જૂની થવાના એંધાણ: રાજનાથ સિંહ પહોંચ્યા કેવડિયા, સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે કમાંડર્સ કોન્ફરન્સ શરૂ

રાજનાથ

Last Updated on March 5, 2021 by

ગુજરાતના કેવડિયામાં આજથી સૈન્ય અધિકારીઓની મહત્વપૂર્ણ કોન્ફરન્સ શરૂ થઇ ગઇ છે. આજે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ કોન્ફરન્સમાં સામેલ થવા માટે ટેન્ટ સિટી પહોંચ્યા છે.સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કેવડિયા પહોંચી સૌ પ્રથમ સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા હતા અને ત્યારબાદ તેઓ ટેન્ટ સિટી પહોંચ્યા હતા.તેમાં સામેલ થવા માટે રાજનાથ સિંહ કેવડિયા પહોંચી ગયા છે અને તેઓ તેનું સંબોધન કરશે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે આ કોન્ફરન્સને સંબોધિત કરશે. પીએમ મોદી આજે સાંજે કેવડિયા પહોંચશે.

ભારત અને ચીન વચ્ચે લાંબા સમય સુધી ચાલેલા તણાવ, એલઓસી પર પાકિસ્તાનની સ્થિતિને ધ્યાનમાં રાખતાં શીર્ષ કમાન્ડરની આ કોન્ફ્રેંસ ઘણી ખાસ રહેશે. ચીફ ઑફ ડિફેંસ સ્ટાફ બિપિન રાવત, આર્મી ચીફ જનરલ એમ.એમ.નરવણે, એર ચીફ માર્શલ આરકેએસ ભદોરિયા, નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહ ઉપરાંત ત્રણેય સેનાઓનું શીર્ષ નેતૃત્વ આ કોન્ફરન્સમાં સામેલ થશે.

આ વખતની બેઠક ખાસ

આ વખતની બેઠક એટલા માટે ખાસ છે કારણ કે તેમાં શીર્ષ કમાન્ડર્સ ઉપરાંત જવાન, જુનિયર કમિશન ઑફિસર પણ સામેલ થવા જઇ રહ્યાં છે. જે પહેલીવાર થઇ રહ્યું છે. ત્રણ દિવસ સુધી ચાલનારી આ કોન્ફ્રેંસમાં જવાનો, JCO માટે અલગથી સેશનની વ્યવસ્થા કરવામાં આવી છે.

રાજનાથ

આ કોન્ફ્રેંસમાં ભારતીય સેના માટે વર્તમાન સમયના પડકારો, સેનાની ત્રણેય ટુકડીઓમાં એનર્જી સ્થાપિત કરવા સહિત અનેક મુદ્દાઓ પર મંથન થશે. આ ઉપરાંત નવી એર ડિફેંસ કમાંડ, મેરીટાઇમ કમાંડને લઇને પણ ચર્ચા કરવામાં આવી શકે છે.
સાથે જ સેનાઓ માટે જે થિયેટર કમાંડની વાત કરવામાં આવી હતી, તેની શરૂઆત 2022થી થઇ શકે છે. તેવામાં આ કોન્ફરન્સમાં તેને લઇને રણનીતિ પર ચર્ચા કરવામાં આવી શકે છે. તેને લઇને ચીફ ઑફ ડિફેંસ સ્ટાફની આગેવાનીમાં ડિપાર્ટમેંટ ઑફ મિલિટ્રી અફેર્સ કામ કરી રહી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33