GSTV
Gujarat Government Advertisement

મોટા સમાચાર/ સૌરાષ્ટ્રની એર કનેકટીવિટીમાં હવે દક્ષિણ ભારત ઉમેરાશે, રાજકોટથી આ સાત ફલાઈટ ઉપડશે

Last Updated on February 25, 2021 by

રાજકોટની ભારતનાં અન્ય શહેરો સાથેની એર કનેકટીવીટી વધી રહી છે. બેંગ્લોરથી રાજકોટની પ્રથમ સીધી ફલાઈટ એરપોર્ટ પર આવતા તેને વોટર સેલ્યુટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. દરમિયાન આગામી તા. ૧ લી માર્ચથી દક્ષિણ ભારતમાં હૈદરાબાદને જોડતી વધુ એક વિમાની સેવા શરૂ કરવામાં આવી રહી છે.

૧ લી માર્ચથી દક્ષિણ ભારતમાં હૈદરાબાદને જોડતી વધુ એક વિમાની સેવા શરૂ કરવામાં આવી રહી છે

રાજકોટથી વિમાની સેવામાં સતત વધારો થઈ રહયો છે, સૌરાષ્ટ્રભરમાંથી ફલાઈટમાં મુસાફરી કરનારો વર્ગ પણ વધી રહયો છે. રાજકોટ એરપોર્ટ માટે આજે ઐતિહાસિક દિવસ રહયો હતો. બેંગ્લોરથી ડેઈલી ફલાઈટ આજથી શરૂ કરવામાં આવી છે. ૧ર૩ પેસેન્જર સાથેની ફલાઈટ રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચતા રાજકોટ એરપોર્ટનાં સતાધિશો દ્રારા વોટર સલામી આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. પાઈલોટને પુષ્પગુચ્છ આપી આવકારવામાં આવ્યા હતા. રાજકોટથી બેંગ્લોર ૧રર મુસાફરો સાથે ફલાઈટ રવાના થઈ હતી.

કોરોના

રાજકોટથી બેંગ્લોર ૧રર મુસાફરો સાથે ફલાઈટ રવાના થઈ

દરમિયાન આગામી તા. ૧ લી માર્ચથી રાજકોટથી હૈદરાબાદ સાથેની વિમાની સેવાથી જોડાશે. રાજકોટને ડેઈલી હૈદરાબાદની ફલાઈટ મળી રહી છે. લાંબા સમયથી દક્ષિણ ભારતને જોડતી વિમાની સેવા શરૂ કરવાની માગણી કરવામાં આવી રહી હતી. આ ઉપરાંત આગામી તા. ૭ મીથી રાજકોટને વધુ એક સાંજની મુંબઈની ફલાઈટ મળી રહી છે. આમ તા. ૭ માર્ચથી રાજકોટ એરપોર્ટ પરથી ૭ વિમાની સેવાનું સંચાલન કરવામાં આવશે. માર્ચથી મુંબઈની બે, દિલ્હીની બે, બેંગ્લોરની એક, હૈદરાબાદની એક વિમાની સેવા શરૂ થશે અને તા. ૭ મીથી મુંબઈની ખાનગી એરલાઈન્સની સાંજની વધુ એક સેવા શરૂ થતા કુલ સાત ફલાઈટનું સંચાલન શરૂ થશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33