Last Updated on April 5, 2021 by
રંગીલા રાજકોટ શહેરમાં કોરોનાએ એવો રંગ દેખાડયો છે કે લોકો ચિંતાતુર બની ગયા છે. કોરોનાના કેસોમાં જે હદે વધારો થયો છે તેણે ગત વર્ષનો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે. ત્યારે આવી સ્થિતિમાં રાજકોટમાં રેમડેસિવિર ઇંન્જેક્શનની ખૂબ જ શોર્ટેજ છે. ત્યારે રાજકોટમાં હાલમાં રેમડેસિવિર ઇંન્જેક્શનને લઇને શું સ્થિતિ છે તે અંગે GSTV એ રિયાલિટી ચેક કર્યું છે.
GSTV ની ટીમે રાજકોટના વિવિધ મેડિકલ સ્ટોર પર પહોંચીને જ્યાં રેમડેસિવિર ઇંજેકશનને લેવા આવેલા દર્દીના પરિવારજનો સાથે વાતચીત કરી હતી. જેમાં ઘણાં લોકો તો દૂર-દૂરથી રાજકોટ આવ્યાં હતાં. જેમાં રેમડેસિવર ઈન્જેક્શન ન મળવાને કારણે દર્દીઓના સગાઓમાં ઉગ્ર રોષ પણ જોવા મળ્યો હતો.
રાજકોટમાં વધી રહેલા કોરોનાના કેસો વચ્ચે ફરી વાર રાજ્યમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછત સર્જાઈ છે. મેડિકલ સ્ટોરમાં હવે કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવાતા રેમડેસિવિર ઇન્જેક્શન નથી મળતા. શહેરના જાણીતા મેડિકલ સ્ટોર્સમાં પણ આ ઈન્જેકશન નથી મળી રહ્યાં ત્યારે રેમડેસિવિર ઇન્જેક્શન ન મળવાના કારણે દર્દીઓના પરિવારજનોએ ભારે હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. જેથી ઈન્જેક્શનનો જથ્થો સરકાર દ્વારા પૂર્ણ પાડવામાં આવે તેવી માંગ દર્દીના પરિવારજનો દ્વારા કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રના કેમિસ્ટ ડ્રગ એસોસિએશનના અનિમેષ દેસાઈએ ઈન્જેક્શનની અછત અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેઓએ જણાવ્યું હતું કે, ‘રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં રેમડિસિવર ઈન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ નથી. આ જથ્થો મંગળવારે આવે તેવી શક્યતા છે. જેથી ઈન્જેક્શન માટે કોરોનાના દર્દીઓને એક દિવસની રાહ જોવાનો વારો આવ્યો છે. તો બીજી બાજુ સરકાર દ્વારા આ ઈન્જેક્શનને પુરા પાડવાની માંગ કરવામાં આવી છે.’
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31