Last Updated on April 10, 2021 by
સરકારે લોકોના વિરોધ વચ્ચે ધરાર રાત્રિ કર્ફ્યુ સમય લંબાવતા જઈને અમલી કરતા તેનાથી કોરોના સંક્રમણમાં લેશમાત્ર ઘટાડો તો દૂર, ઉલ્ટો વધારો થયો છે, ત્યારે લોકો સળંગ બે-ત્રણ દિવસ મળવાનું ટાળે તો જ આ મહામારીમાં કાબુમાં આવશે તેમ માનતા વેપારીઓએ આજે રાજકોટમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. આવતીકાલ શનિવાર તથા રવિવારે શહેરના પાનના ગલ્લા સહિત તમામ દુકાનો બંધ રહેશે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે વેપારીઓ સાથે ચર્ચા કરી નિર્ણય લીધો
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવે જણાવ્યું કે મુખ્યમંત્રીને અમે રાત્રિના 8ના કર્ફ્યુથી લોકોને હાલાકી, ભીડમાં વધારાથી સંક્રમણ વધવાનો ખતરો વગેરે અંગે વારંવાર અવગત કરીને લોકડાઉન લાદવા માંગણી કરી છે જે અન્વયે તેમણે સ્વૈચ્છિક લોકડાઉન લદાય તેવી અપીલને માન આપીને અમે આજે વિવિધ વેપારી મંડળો સાથે ચર્ચા કરીને આવતીકાલથી બે દિવસ તમામ દુકાનો બંધ રહેશે તેવો નિર્ણય લીધો છે. સોની બજાર સહિત તમામ દુકાનો આવતીકાલે બંધ રહેશે અને તમામ વેપારીઓને તેમના તથા તેમના પરિવારજનોની સુરક્ષા માટે, હવે બેડની પણ મૂશ્કેલ છે અને સ્થિતિ ગંભીર છે ત્યારે ઘરે રહીને સુરક્ષિત રહેવા અપીલ કરાઈ છે.
8 હજારથી વધુ પાનના ગલ્લા રહેશે બંધ
શહેરમાં 8 હજારથી વધુ પાનના ગલ્લાઓ છે જે આવતીકાલથી બે દિવસ સ્વૈચ્છિક લોકડાઉન રાખશે તેમ પાનના ધંધાર્થી બીપીનભાઈએ જણાવ્યું છે.
સરકારનું પગલું બેમતલબ, બેઅસર
વેપારીઓએ એક સૂરમાં જણાવ્યું કે સરકારે કોરોના સંક્રમણ રોકવા કર્ફ્યુનો સમય રાત્રિના 10થી વધારીને 8નો કર્યો છે તેનાથી રોજ સાંજે 7થી 8 ભારે ભીડ જામે છે અને સરકારનું આ પગલુ બેમતલબ, બેઅસર છે. અમને અમારી જિંદગીની ચિંતા છે ત્યારે અમે સ્વૈચ્છિક લોકડાઉન લાદ્યું છે
સરકાર કોરોના સંક્રમણ રોકવા જો લોકોને સહકાર આપવા માંગતી હોય તો કમસેકમ રાત્રિ કર્ફ્યુનો સમય 10 વાગ્યાનો કરે જેથી રાત્રે 8-9 વાગ્યે દુકાનો બંધ કરીને લોકો આરામથી તણાવ વગર ઘરે જઈ શકે , હાલ સરકારી કર્મચારીઓથી માંડી વેપારીઓ તમામ 7 વાગ્યે જ ઘરે જવા નીકળતા સંક્રમણનો ખતરો ઉલ્ટુ વધ્યો છે.સરકારે આ જીદ છોડીને લોકોની સાથે રહીને કોરોનાને મ્હાત કરવાની જરૂર છે. સપ્તાહે બે-ત્રણ દિવસ બધા ઘરમાં રહેશે તો કોરોનાના સાંકળ તૂટશે તેવી આશા વ્યક્ત કરાઈ હતી.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31