Last Updated on February 25, 2021 by
રાજકોટના જેતપુરના જેતલસર ગામે આમ આદમી પાર્ટીની સભામાં આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતાં. તેઓએ ભાજપ-કોંગ્રેસ બંને પર પ્રહાર કરતા ભાજપને ગુંડાગર્દીની પાર્ટી ગણાવી હતી. ગોપાલ ઇટાલિયાએ ભાજપ અને કોંગ્રેસ બંન્નેની મિલી ભગત હોવાના આક્ષેપો કર્યા હતાં.
ભાજપનો ભ્રષ્ટાચાર અને તાનાશાહી ચાહે ગામડું હોય, શહેર હોય, સોસાયટી હોય કે ઝુંપડપટ્ટી હોય પરંતુ બધે જ એકસરખી જ જોવા મળે છે. ત્યારે હવે ગામડાંમાં પણ લોકો ભ્રષ્ટાચારથી થાક્યા છે. કોઇ પણ સરકારી કચેરીમાં જાઓ પરંતુ પૈસા આપ્યા વગર કોઇ પણ કામ ના થાય. ગામડાંની અંદર પીવાના પાણીની તકલીફો, સિંચાઇના પાણીની તકલીફો, આરોગ્યની વ્યવસ્થાની તકલીફો, શિક્ષણ વ્યવસ્થાની તકલીફો તથા સ્વાસ્થ્યની સુવિધાની તકલીફો જેવી અનેક તકલીફો જોવા મળી રહી છે. તો ગામડાંથી લઇને શહેરો અને શહેરોથી લઇને ગામડાંઓમાં બધે જ એકસરખી સમસ્યાઓ છે ત્યારે આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે આ વખતે ઇમાનદાર આમ આદમી પાર્ટીની સરકાર બનાવીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી 28 ફેબ્રુઆરીએ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે રાજકોટના જેતપુરના જેતસર ગામ ખાતે આમ આદમી પાર્ટીની જાહેરસભા યોજાઇ હતી. જેમાં આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ ભાજપને ભ્રષ્ટાચાર અને તાનાશાહીની સરકાર ગણાવી હતી.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31