GSTV
Gujarat Government Advertisement

રાજકોટ-જામનગરને મળ્યા નવા મેયર, ડૉ. પ્રદીપ ડવ અને બીનાબેન કોઠારી સંભાળશે સત્તાનું સુકાન

Last Updated on March 12, 2021 by

આજે રાજ્યની ત્રણ મહાનગરપાલીકા સુરત, રાજકોટ અને જામનગર મહાનગરપાલિકાના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે. જેના, અનુસંધાને રાજકોટ અને જામનગર મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેનની જાહેરાત કરવામાં આવી છે.

મેયર

સીએમ રૂપાણીના હોમટાઉનમાં કોણ બન્યું મેયર!

મુખ્યમંત્રી સીએમ વિજય રૂપાણીના હોમટાઉન રાજકોટમાં મહાનગરપાલિકા માટે હોદેદારો નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી દ્વારા પદાધિકારીઓના નામોની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ મનપાના 21માં મેયર તરીકે ડૉ. પ્રદિપ ડવનું નામ જાહેર કરવામાં આવ્યું છે તો ડેપ્યુટી મેયર તરીકે ડૉ. દર્શિતાબેન શાહનું નામ પસંદ કરવામાં આવ્યું છે.

શહેર ભાજપ પ્રમુખએ કરી નામોની જાહેરાત

તો સાથે સાથે, રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પુષ્કર પટેલની પસંદગી કરવામાં આવી છે. તો શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવાની અને દંડક તરીકે સુરેન્દ્રસિંહ વાળાના નામની જાહેરાત કરવામાં આવી છે.

રાજકોટમાં કોને મળ્યું ક્યુ સ્થાન?

  • મેયર – ડૉ. પ્રદિપ ડવ
  • ડે. મેયર – ડૉ. દર્શિતાબેન શાહ
  • ન્ડિંગ કમિટીના ચેરમેન – પુષ્કર પટેલ
  • શાસક પક્ષના નેતા – વિનુભાઈ ઘવા
  • દંડક – સુરેન્દ્રસિંહ વાળા

50 બેઠકો પર મેળવી હતી ભાજપે જીત

જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી છે. જામનગરની 64 બેઠકો માંથી 50 બેઠક મેળવી ભાજપાએ ઐતિહાસિક જીત મેળવી હતી. ત્યારબાદ આજે મહાપાલિકાના પદાધિકારીઓના નામોની જાહેરાત કરવામાં આવી છે.

જામનગરમાં મહિલા કોર્પોરેટરને પ્રાધાન્ય

જામનગર મહાનગરપાલિકાના નવા મેયર તરીકે બીનાબેન કોઠારીની પસંદગી કરવામાં આવી છે. તો, ડેપ્યુટી મેયર તરીકે તપન પરમાર, સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે મનીષ કટારીયાની પસંદગી કરવામાં આવી છે. તો સાથે સાથે, દંડક તરીકે કેતન ગૉસરાની અને શાસક પક્ષના નેતા તરીકે કુસુમબેન પંડ્યાની પસંદગી કરવામાં આવી છે.

જામનગરમાં કોને મળ્યું કયું પદ?

  • મેયર : બીનાબેન કોઠારી
  • ડે મેયર : તપન પરમાર
  • દંડક : કેતન ગોસરાની
  • શાસકપક્ષ નેતા : કુસુમબેન પંડ્યા
  • સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન : મનીષ કટારીયા

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33