GSTV
Gujarat Government Advertisement

કોરોના વાયરસે હાલત બગાડી, મોત બાદ પણ મૃતદેહોને જોવી પડે છે અંતિમસંસ્કાર માટે રાહ

Last Updated on April 3, 2021 by

રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતાં પરિસ્થિતિ દિવસે ને દિવસે ગંભીર થતી જાય છે. રાજકોટના સ્મશાનગૃહમાં ફરી એક વખત મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે લાઇનો લાગી. સ્મશાનગૃહમાં હાલ મૃતદેહ વેઇટિંગમાં જોવા મળી રહ્યા છે. મૃતદેહોની અંતિમક્રિયા પૂર્ણ થયા બાદ કોવિડ હોસ્પિટલમાંથી અન્ય મૃતદેહો સતત સ્મશાનગૃહમાં લાવવામાં આવી રહ્યા છે.

બીજી તરફ કોરોનાથી થતા મોત અને સરકાર દ્વારા જાહેર થતાં આંકડાઓમાં ભારે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. છેલ્લા 3 મહિનામાં કુલ 187 દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. જે મુજબ જાન્યુઆરીમાં 70, ફેબ્રુઆરીમાં 31 અને માર્ચમાં 86 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ આંકડા ફક્ત એક જ સ્મશાનગૃહના છે. શહેરના અન્ય સ્મશાનગૃહોમાં પણ અંતિમ સંસ્કારની સંખ્યા સતત વધી રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33