Last Updated on April 8, 2021 by
રાજ્યના રાજકોટમાં પણ ભયાનક સ્થિતિ સર્જાઈ હતી. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો ખૌફનાક મંઝર જોવા મળી રહ્યો છે. સિવિલમાં સરેરાશ દર કલાકે એક દર્દીનું મોત થઇ રહ્યું છે. ત્યારે એક પુત્રીએ મોતને ભેટેલા તેમના પિતાનું મોઢું છેલ્લી વખત જોવા માટે જિદ કરતા હોસ્પિટલમાં હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. પુત્રીની સામે જ તેમના પિતાનો મૃતદેહ હતો.
હોસ્પિટલમાં હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા
- રાજકોટ સિવીલ હોસ્પિટલમાં હ્રદયદ્રાવત દ્રશ્યો..
- દર એક કલાકે પરિવારજનો એક સ્વજન ગુમાવે છે,દિકરીએ પિતાનું મોઢું જોવા પકડી જીદ..
- સ્ટાફે પકડી રાખી
- મૃતદેહ સામે હતો તો પણ એક મિનીટ મોઢું જોવા મળ્યું.
પરંતુ પુત્રીને ફક્ત એક મિનિટ માટે જ પિતાના છેલ્લી વખત દર્શન કરવા મળ્યા હતા. જેના કારણે પુત્રીએ એવું કલ્પાંત કર્યું કે ભલભલા કઠણ કાળજાના માનવી પણ પીગળી જાય. રાજકોટમાં કોરોનાની સ્થિતિ દિનપ્રતિદિન કાબુ બહાર જઈ રહી છે અને સંક્રમણ સ્ફોટક પરિસ્થિતિમાં ફેલાઈ રહ્ય્યું છે.
૨૪ કલાકમાં કોરોના થવાથી ૨૪ વ્યક્તિઓના મોત નીપજ્યાનું સત્તાવાર ચોપડે નોંધાયું
૨૪ કલાકમાં કોરોના થવાથી ૨૪ વ્યક્તિઓના મોત નીપજ્યાનું સત્તાવાર ચોપડે નોંધાયું છે જ્યારે સ્મશાનોમાં અંતિમક્રિયા માટે મનપાએ કંટ્રોલરૂમ ખોલવો પડયો છે તો આ માટે પણ વેઈટીંગ છે. તો કોરોના પોઝીટીવ કેસો આજે બપોરે ૧૨ સુધીમાં ૧૮૦ અને સાંજ સુધીમાં ૩૯૫ નોંધાયા છે. ટેસ્ટ બુથ પર લાં…બી કતારો આજે પણ જારી રહી હતી.
હજુ એક માસ પહેલા માર્ચના આરંભે શહેરમાં કોરોના નિયંત્રણમાં હતો અને એક પણ મૃત્યુ નોંધાતા ન્હોતા પણ છેલ્લા સપ્તાહથી મૃત્યુમાં અત્યંત ચિંતાજનક વધારો થયો છે. અર્થાત્ એક વર્ષની સારવારનો અનુભવ છતાં તબીબો જીવ બચાવી શકતા નથી. મૃત્યુ પામનારામાં યુવાનોની સંખ્યા પણ ચિંતાજનક છે. શહેરમાં ડેડબોડી લઈ જતી શબવાહિની અને દર્દીને હોસ્પિટલે લઈ જતી એમ્બ્યુલન્સના સતત આંટાફેરા જોઈને લોકોમાં ભયનું મોજુ ફરી વળ્યું છે અને કોરોના ફરી એક વાર ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31